Home> Gujarat
Advertisement
Prev
Next

મોટી ખુશખબર! આ ત્રણ જાહેર રજાઓના દિવસે ખુલ્લુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી

Statue Of Unity : આ વર્ષની ત્રણ જાહેર રજાઓ સોમવારે આવે છે... સ્ટેચ્યુ ઓફ યુનિટી આમ તો દર સોમવારે બંધ હોય છે, પરંતું જાહેર રજાઓને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે ખુલ્લો રહેશે 
 

મોટી ખુશખબર! આ ત્રણ જાહેર રજાઓના દિવસે ખુલ્લુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી

Gujarat Tourism : હવે પ્રવાસીઓ જાહેર રજાના દિવસે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણી શકશે. કારણ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે આવતા ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. તેથી જો તમે રજાના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો ચોક્કસ બનાવજો.

fallbacks

સોમવારના દિવસે આવે છે જાહેર રજાઓ 
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં તા.૨ ઓકટોબર ગાંધી જયંતિ, તા.૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. ૨૫  ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હોવાનુ સ્ટેચ્યુ ઑફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું. 

ચોમાસાના વિદાયની ઘડી આવી, ગુજરાતમાં આ તારીખે વિદાય લેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે.

વધુમાં એ તારીખ પછીના આવતા મંગળવાર એટલે કે તા.૩ ઓક્ટોબર, તા.૨૮ નવેમ્બર અને તા. ૨૬ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે જેની સૌએ નોંધ લેવા જણાવવામાં આવ્યુ છે.

ટોટકા કરવામાં પરિવારે 9 વર્ષની દીકરી ગુમાવી, નાનકડા ઘરમાં મરચાંનો ધુમાડો કર્યો અને..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More