Home> Gujarat
Advertisement
Prev
Next

સાવધાન! અમદાવાદના નાઈટ કરફ્યૂમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે

કોરોનાના કેસોની રોકેટ ગતિથી અમદાવાદ (ahmedabad) માં ચુસ્ત નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. અને લોકોને તેનુ ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં નાઈટ કરફ્યુ (night curfew) નું ચુસ્ત પાલન કરાવવા અને આવશ્યક સેવાને મુશ્કેલી પડે નહિ તે  માટે શહેર પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. 

સાવધાન! અમદાવાદના નાઈટ કરફ્યૂમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે

મૌલિક ધામેચા/અમદાવાદ :કોરોનાના કેસોની રોકેટ ગતિથી અમદાવાદ (ahmedabad) માં ચુસ્ત નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. અને લોકોને તેનુ ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં નાઈટ કરફ્યુ (night curfew) નું ચુસ્ત પાલન કરાવવા અને આવશ્યક સેવાને મુશ્કેલી પડે નહિ તે  માટે શહેર પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. 

fallbacks

અલગ અલગ સર્વિસવાળા લોકોને અલગ કલરના સ્ટીકર અપાશે 
અમદાવાદ પોલીસ (ahmedabad police) દ્વારા નાઈટ કરફ્યૂના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેથી હવે નાઈટ કરફ્યૂમાં કારણ વગર હેરાફેરી કરી નહિ શકાય. નાઈટ કરફ્યૂમાં  આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર સ્ટીકર લગાવવા આવશે. અલગ અલગ પ્રકારની સેવા આપતા લોકોને અલગ અલગ કલરના સ્ટીકર આપવામાં આવશે. કલરના સ્ટીકર પરથી પોલીસ સરળતાથી સર્વિસ આપનારા અને સર્વિસ ન આપનારા લોકોની ઓળખ કરી શકશે. 

  • મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરની સ્ટીકર લગાવશે. 
  • ખાદ્ય સામગ્રી , સાકભાજી , ફ્રૂટ, ફળફળાદી, દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે
  • Amc કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે

અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકરો આપવામાં આવ્યા છે. રાત્રિ કરફ્યુ દરમ્યાન આ ત્રણ સ્ટીકર ધરાવનાર લોકોને અવર જવરમાં આસાની રહે તે માટે પોલીસ દ્વારા આ નવો નિર્ણય કરાયો છે. તેમજ કારણ વગર ફરતા લોકો પર લગામ મૂકાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More