Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: શાહપુરમાં પોલીસ પર પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્યો

અમદાવાદ (Ahmedabad) માં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે શાહપુરમાં પથ્થરમારાની ઘટના બની છે. શાહપુર રાજાજીની પોળ અને નાગોરીવાડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. રમઝાન માસ દરમ્યાન લોકો ઘરની બહાર નીકળતા મામલો બિચક્યો હતો. જેથી પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ પત્થરમારાને પગલે શાહપુરમાં હાલ પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 

અમદાવાદ: શાહપુરમાં પોલીસ પર પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્યો

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે શાહપુરમાં પથ્થરમારાની ઘટના બની છે. શાહપુર રાજાજીની પોળ અને નાગોરીવાડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. રમઝાન માસ દરમ્યાન લોકો ઘરની બહાર નીકળતા મામલો બિચક્યો હતો. જેથી પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ પત્થરમારાને પગલે શાહપુરમાં હાલ પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તો પથ્થરમારામાં ચાર પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. 

fallbacks

DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉનનો કડક અમલ કરાવતી અમદાવાદ પોલીસ પર શાહપુરમાં પથ્થરમારો થયો હતો. હાલ રમઝાન મહિનો ચાલુ છે, જેમાં સરકાર દ્વારા વારંવાર ઘરમાં રહીને રમઝાન મહિનો ઉજવવાની રજૂઆત કરવામાં આવી છે. તેમ છતા કેટલાક લોકો ઘરની બહાર નીકળ્યા હતા. પોલીસે તેઓને સમજાવીને જતા રહેવાનું કહ્યું હતું, જેમાં કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરવાનુ શરૂ કર્યું હતું. ટોળા પોલીસ પર ધસી આવ્યા હતા, ત્યારે ટોળાને દૂર કરવા માટે પોલીસને ટિયર ગેસના 5 સેલ છોડવા પડ્યા હતા. 

DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે

તો બીજી તરફ, એક આ પથ્થરમારામાં ચાર પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારામાં શાહપુરના પીઆઈ આર.કે અમીન પણ ઘવાયા છે. તો ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટોળામાંથી કેટલાક લોકોની અટકાયત કરી છે. તો આ ઘટના બાદ પોલીસે સમગ્ર સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે જણાવ્યું હતું કે, અમે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવીશું. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પહેલેથી જ પેરામિલિટરી ફોર્સ ઉતારી દેવામાં આવી હતી. તેમ છતા લોકો બિન્દાસ્ત બહાર નીકળી રહે છે. પોલીસ પરની આ ઘટનાને અનેક લોકોએ વખોડી હતી. હાલ શાહપુરમાં પેરામિલિટ્રી ફોર્સ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર શાહપુર પોલીસ છાવણીમાં ફેલાઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More