પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના હજીરામાં 9 વર્ષીય બાળક પર શ્વાનને હુમલો કર્યો છે. મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. બાળક પર અચાનક બે શ્વાને હુમલો કર્યો હતો. બાળકના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. શ્વાનના હુમલોમાં બાળકના શરીરના ભાગે 7 જેટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
તબીબો દ્વારા તાત્કાલિક બાળકની સારવાર
સુરત શહેરમાં રખડતા સ્વાન નો આતંકી જોવા મળી રહ્યો છે. હજીરા કવાસ ગામ ખાતે રહેતો 9 વર્ષીય મયુર રાજુ મેળા ઘર પાસે જ રમી રહેલા 9 વર્ષના બાળક પર અચાનક રખડતા શ્વાનને હુમલો કર્યો હતો.બાળકોનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. શ્વાનના ચુંગાલ માંથી છોડયો હતો.બાળકના પરિવાર જાણ થતાં દોડી આવ્યા હતા.બાળકને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બાળકના શરીરના ભાગે 7 જેટલી ગંભીરી ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. તબીબો દ્વારા તાત્કાલિક બાળકની સારવાર કરવામાં આવી હતી
નાના બાળકો સહિત લોકોને રખડતા શ્વાનનો ભય
બાળકના પરિવારે જણાવ્યું હતું કે બાળક સવારે ઘરેથી બહાર નીકળી ગયો હતો. રસ્તામાં તેની ઉપર બે શ્વાને હુમલો કર્યો હતો. હુમલામાં બાળકને ગંભીરતાઓ પહોંચી છે. ક્યારેક અવાજ ગામમાં 15 જેટલા રખડતા શ્વાન છે. નાના બાળકો સહિત લોકોને આ રખડતા શ્વાનો ભય રહેતો હોય છે. આજે અમારા પરિવાર બાળક પર રખડતા શ્વાને હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આવી ઘટના ફરી બને તંત્ર એ રખડતા શ્વાન પર કાર્યવાહી કરવાની જરૂર છે.
ગળાના ભાગે, પીઠ અને હાથ પર ઘા લાગ્યા
આ મામલે સિવિલ હોસ્પિટલના CMO આરતી પરમારે જણાવ્યું હતું કે બાળકની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે, આજે સવારે ધોરણ-4માં ભણતા મયુર રાજુભાઈ મેડાને 9 વાગ્યે સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે SPCL કંપની પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે ઝૂંપડપટ્ટીની નજીક જ રમતા-રમતા વોશરુમ માટે ગયો ને અહીં રખડતા શ્વાને તેને બચકા ભર્યા. આ હુમલામાં તેને ગળાના ભાગે, પીઠ અને હાથ પર ઘા લાગ્યા છે. હાલ આ ઘા પર ટાંકા લગાવ્યા છે ને તેની સારવાર ચાલી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અહીંથી પસાર થતા લોકોનું ધ્યાન પડતાં જ તુરંત મયુર પાસે દોડી ગયા હતા અને તેને શ્વાનના મોઢામાંથી છોડાવ્યો હતો.
હૃદયદ્રાવક ઘટનાના કારણે હજુ પરિવાર આઘાતમાં!
વધુમાં જણાવ્યું હતું કે ગંભીર ઈજાઓના કારણે 108 મારફતે તુરંત જ તેને સિવિલ લાવવામાં આવ્યો હતો. આ “ડોગ બાઈટ” કેટેગરી-3માં આવે છે. આ બાઈટ ગંભીર હોવાના કારણે તાત્કાલિક તેની પ્રાથમિક સારવાર હાથ ધરીને તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે ને હજુ પણ તેની સારવાર ચાલુ છે. મયુરના પિતા રાજુભાઈ મેડા મજૂરીનું કામ કરે છે ને આ હૃદયદ્રાવક ઘટનાના કારણે હજુ પણ આઘાતમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે