Home> Gujarat
Advertisement
Prev
Next

હવે કેમ ચૂપ બેસી છે સરકાર? નીતિન પટેલ પર રખડતી ગાયે કર્યો હુમલો, ઢીંચણમાં ઈજા

સરકારને અત્યાર સુધી ગુજરાતના રસ્તાઓ પર રખડતા ઢોરોનો આતંક દેખાતો ન હતો. સરકાર આંખ આડા કાન કરતી રહી, અને બીજી તરફ રખડતા ઢોરોનો આતંક વધી ગયો. હવે ખુદ સરકારના નેતા જ રખડતા ઢોરોનો શિકાર બન્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા છે. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. કરણપુર શાક માર્કેટ નજીક નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી છે. તેઓને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, શું સરકાર હવે જાગશે તેવુ નાગરિકો પૂછી રહ્યાં છે.

હવે કેમ ચૂપ બેસી છે સરકાર? નીતિન પટેલ પર રખડતી ગાયે કર્યો હુમલો, ઢીંચણમાં ઈજા

તેજસ દવે/મહેસાણા :સરકારને અત્યાર સુધી ગુજરાતના રસ્તાઓ પર રખડતા ઢોરોનો આતંક દેખાતો ન હતો. સરકાર આંખ આડા કાન કરતી રહી, અને બીજી તરફ રખડતા ઢોરોનો આતંક વધી ગયો. હવે ખુદ સરકારના નેતા જ રખડતા ઢોરોનો શિકાર બન્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા છે. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. કરણપુર શાક માર્કેટ નજીક નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી છે.

fallbacks

હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા નીતિન પટેલને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓને લોકોના સહારે હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા.  જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે. પરંતુ તેઓની વ્હીલચેર પરની તસવીર ચર્ચા જગાવી રહી છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, સરકાર રખડતા ઢોરો પર અંકુશ રાખવામાં કેટલી નિષ્ફળ રહી છે તેનો આ બોલતો પુરાવો છે. અત્યાર સુધી અનેક લોકો રખડતા ઢોરોના હુમલામાં ઘાયલ થયા છે, પરંતુ સરકાર આંખ આડા કાન કરતી હતી. સવાલો પૂછવા પર નેતાઓ અને મૌન ધારણ કરતા હતા. પરંતુ હવે જ્યારે પોતાના જ નેતા રખડતી ગાયથી ઘાયલ થયા છે ત્યારે શુ પગલા લેશે.  

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત છે. આજે કડીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લેતા તેમને હેરલાઈન ફ્રેક્ચર થયું છે. કડીમાં તિરંગાયાત્રા દરમિયાન આ ઘટના બની. આ પહેલા પણ કડીમાં શાળાએ જતા વિદ્યાર્થીને ઢોરે અડફેટે લેતા તેને ઈજાઓ થઈ હતી. ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ ઢોરનો ત્રાસ જોવા મળે છે. પાટણમાં ભરબજારે આખલા યુદ્ધ ચડ્યા અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું. આખાલના યુદ્ધના કારણે વાહનના માલિકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે. આવા જ દ્રશ્યો રાજકોટના ધોરાજીથી સામે આવ્યા. જ્યા ભરબજારે 3-3 આખલા યુદ્ધે ચડ્યા અને આસપાસથી પસાર થતા લોકોના જીવ ઊંચા કરી દીધા. તો પંચમહાલમાં પણ ભરબજારે આખલા .યુદ્ધ ચડ્યા અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા. આવા તો અનેક કિસ્સાઓ છે. સવાલ એ છે કે, આખરે આ આખલાઓથી કે રખડતાં ઢોરના આતંકથી આઝાદી ક્યારે મળશે?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More