Home> Gujarat
Advertisement
Prev
Next

વિકાસની છે માત્ર વાત, પાલિકાની તિજોરી છે ખલાસ! આ શહેરમાં કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન

ગુજરાત વીજ કંપનીએ પાલિકાના શાસકોને વારંવાર બિલ ભરપાઈ કરવા માટે નોટિસ મોકલી હોવા છતાં પાલિકાએ બિલ ભરપાઈ નહીં કરતા નગરનું વીજ કંપનીનું સ્ટ્રીટ લાઈટનું જોડાણ વીજ કંપનીએ કાપી નાખવાનું શરૂ કર્યું છે.

વિકાસની છે માત્ર વાત, પાલિકાની તિજોરી છે ખલાસ! આ શહેરમાં કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન

ઝી બ્યુરો/ભરૂચ: ભાજપનું 30 વર્ષના રાજમાં લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક નેતાગીરી જ ધનોપનોત કાઢી રહી છે. ભરૂચ નગરની જનતા પાલિકાના પાપે અને અણઘડ વહીવટના કારણે ટૂંકા ગાળામાં ત્રીજી વખત અંધારા મજબૂર બની છે. સોમવારથી રાતથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને  મુખ્ય માર્ગ સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કાપી નાખ્યું  છે. 

fallbacks

વધુ એક ભયાનક આગાહીથી લોકો ચિંતામાં; ગુજરાતમાં આગામી 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ!

ભરૂચ પાલિકા શાસકોના અંગે અને અણગારો વહીવટના લીધે નગરજનોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકાની સ્ટ્રીપ લાઈટનું કરોડોનું બિલ બાકી પડતા શકશે. ગુજરાત વીજ કંપનીએ પાલિકાના શાસકોને વારંવાર બિલ ભરપાઈ કરવા માટે નોટિસ મોકલી હોવા છતાં પાલિકાએ બિલ ભરપાઈ નહીં કરતા નગરનું વીજ કંપનીનું સ્ટ્રીટ લાઈટનું જોડાણ વીજ કંપનીએ કાપી નાખવાનું શરૂ કર્યું છે. અગામી દિવસોમાં જુઓ બિલ ભરપાઈ નહીં કરાયું તો વોટર વર્કના જોડાણો પણ કપાતા ભરૂચ શહેરની પ્રજાને કદાચ પાલિકા શાસકોના પાપે પાણી માટે પણ સરસવું પડશે. 

ગુજરાતીઓ બચીને રહેજો! હવે આ શહેરમાં ભારે પડી રહ્યો છે શ્વાનનો આતંક, માસુમ બાળક પર...

આ બાબતે આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ખાલી તિજોરી નગરપાલિકાના પાટનગરમાં મૂકીને ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કરી પાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. આ બાબતે વિપક્ષના નેતા સંશાધ અલી સૈયદ એ જણાવ્યું હતું કે ભરૂચ ભાજપ સાથે નગરપાલિકાના અનગઢ વહીવટના કારણે નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ચૂકી છે.

નવું સીમકાર્ડ ખરીદતા પહેલા ચેતજો! પ્રિ એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ 

નગરપાલિકા પાસે લાઈટના બિલો ભરવાના રૂપિયા ન હોવાના કારણે નગરપાલિકાના પાપે શહેરીજનોને અંધારપટમાં જીવવા મજબૂર બનવું જ બનવું પડ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકર, જુબેર પટેલ સાહિત્યના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને શહેરને અંધાર પટમાંથી બહાર કાઢવા ઉગ્ર રજૂઆત કરી હતી.

કરૂણ અંત: પ્રેમિકાને ફ્લેટમાં એકાંત માણવા બોલાવી, પછી એવું તે શું થયું કે પ્રેમીએ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More