મુસ્તાક દલ, જામનગરઃ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ભોગ બનનાર તબીબી વિદ્યાર્થીનીની લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ '' ડો. દીપક રાવલ મારા ફોટા પાડી મને મોકલી કહેતો તું બહુ સુંદર છે તેમ કહી પરેશાન કરવામાં આવતી હતી.
જોકે આ પ્રોફેસર ને લીધે અનેક રેસીડેન્ટ તબીબો ભોગ બન્યા હોવાની શંકા સેવાઈ રહી છે. વિભાગીય વડા દ્વારા પણ આ તબીબ સામે અનેક રજૂઆતો અને ફરિયાદો કરાઈ હતી પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું ન હતું. ભોગ બનનાર મહિલા તબીબે ડિન અને પ્રાધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને પણ નકલ રવાના કરી હતી.
આ પણ વાંચોઃ કોંગ્રેસના નેતાનું ભડકાઉ ભાષણ : કટ્ટર મુસ્લિમ કેવી રીતે ભાજપમાં કેવી રીતે જોડાઈ શકે?
મેડિકલ કોલેજના ડિન ડો.નંદીની દેસાઈનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. મને હજુ સુધી જાતીય સતામણીની ફરિયાદ મળી નથી તેમ ડો.નંદીની દેસાઈએ જણાવ્યું છે. વિભાગમાં અંદરખાને ઘર્ષણ ચાલુ હોવાની મને ફરિયાદ મળી છે. ત્રણ સિનિયર પ્રાધ્યાકની કમિટી સમગ્ર મામલે તપાસ કરશે. તપાસ બાદ જે તથ્ય હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે