Home> Gujarat
Advertisement
Prev
Next

હિંમતનગરમાં એરગનથી ફાયરિંગમાં વિદ્યાર્થી ઘાયલ, ગોળી શરીરમાં ઘુસી ગઈ

બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ગોળી ચલાવી, ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો 

હિંમતનગરમાં એરગનથી ફાયરિંગમાં વિદ્યાર્થી ઘાયલ, ગોળી શરીરમાં ઘુસી ગઈ

હિંમતનગરઃ સાબરકાંઠાના હિમતનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલુ શાળાએ ઝઘડો થતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર એરગનથી ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગના કારણે ગંભીર ઇજા થવાના કારણે વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

fallbacks

હિમતનગરમાં આવેલી વિદ્યાનગરી શાળામાં આ ઘટના બની છે. 7મા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં વિદ્યાર્થી આશુતોષ તિવારી પર એરગનમાંથી ગોળીબાર કરાયો હતો. 

એરગનની ગોળી વિદ્યાર્થીના પગના અંદર પ્રવેશી ગઈ હતી. વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જઈને ગોળી કાઢવા માટે તાત્કાલિક ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. વિદ્યાર્થી પાસે એરગન ક્યાંથી આવી તે અંગે પ્રશ્ન પુછતાં શાળા સંચાલકો કોઈ જવાબ આપી શક્યા ન હતી. 

fallbacks

આમ, વિદ્યાર્થી એરગન લઈને શાળામાં આવી પહોંચ્યો હતો તેમાં શાળા સંચાલકોની મોટી બેદરકારી સામે આવી છે. શાળા સંચાલકો એરગનની બાબતે ફસાઈ પડ્યા હોવાને કારણે સમગ્ર મામલાને દબાવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More