Dummy Scam Gujarat : સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજા હવે પોતે આરોપી છે. 10 કલાકની પૂછપરછ બાદ ભાવનગર પોલીસે તેમની ધરપકડ કરી લીધી. યુવરાજસિંહ પર ડમી કાંડમાં સામેલ લોકોના નામ જાહેર ન કરવા લાખો રૂપિયા લેવાનો આરોપ છે. તેમની સામે ખંડણી ઉઘરાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગર પોલીસે એવા ઘણા ખુલાસા કર્યા છે, જે યુવરાજસિંહના દાવાથી વિપરીત છે. જેને જોતાં એક વાત નિશ્વિત થઈ ગઈ છે કે હવે યુવરાજસિંહની મુશ્કેલી વધી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે 1.20 કલાકે ભાવનગર SOG એ યુવરાજસિંહની ધરપકડ કરી છે. ગઈકાલે સમન્સના પગલે યુવરાજસિંહ પોલીસ સામે હાજર થયા હતા. 10 કલાકની પૂછપરછ બાદ યુવરાજ સામે ફરિયાદ દાખલ થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુવરાજસિંહ પૈસા લેવાની વાત કબૂલી છે. યુવરાજસિંહના સાળાએ રકમ વસૂલી હતી. ટૂંક સમયમાં તેના CCTV સામે આવશે. યુવરાજના સાળાએ પૈસા લીધા તેના CCTV આવશે.
ટિકટોક ગર્લની હવા નીકળી ગઈ, ફરિયાદ બાદથી કીર્તિ પટેલ ગાયબ, સાગરીતોએ માફી માંગી
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ પર લાગેલા આક્ષેપો આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજ સિંહ જાડેજા સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ થઈ છે. જેમાં IPC કલમ - 386, 388, 120(B),114 હેઠળ યુવરાજ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ડમી કાંડમાં રોજ નવા ખુલાસા કરતા યુવરાજસિંહ જાડેજાની આ કવાયત પર બ્રેક લાગી છે. તેમણે જે કેસમાં ખુલાસા કર્યા છે, તે જ કેસમાં હવે તેઓ આરોપી છે. ભાવનગર પોલીસે શુક્રવારે નવ કલાક સુધી સતત યુવરાજસિંહની પૂછપરછ કરી અને રાત્રે નવ વાગ્યાની આસપાસ તેમની અટકાયત કરી લેવાઈ. રાજ્ય સરકારની ફરિયાદને આધારે યુવરાજસિંહ સામે આ કાર્યવાહી કરાઈ છે.
વેકેશનમાં ફરવા માટે નવી જગ્યા શોધો છો ગુજરાતનું આ સ્થળ છે બેસ્ટ ઓપ્શન
યુવરાજસિંહ સામે ખંડણી ઉઘરાવવાનો ગુનો નોંધાયો છે. તેમની સામે IPCની કલમ 386, 388 અને 120(B) હેઠળ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. યુવરાજસિંહ સામે ડમી કાંડના આરોપીઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. પોલીસનો દાવો છે કે યુવરાજસિંહે આરોપી PK પાસેથી 70 લાખ રૂપિયા માગ્યા હતા. જેની સામે 45 લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ. યુવરાજસિંહના સાળાએ PK સાથે ડીલ કરી હતી. પોલીસનું માનીએ તો યુવરાજસિંહ જાડેજાએ પૈસાની લેતીદેતી મુદ્દે કરાયેલી પૂરપરછના સંતોષજનક રીતે જવાબ નથી આપ્યા.
પોલીસનું માનીએ તો અગાઉ પકડાયેલા પ્રકાશ દવે ઉર્ફે પીકેએ પોતાના સ્વજનો તેમજ પોતાની બચતમાંથી પૈસા ભેગા કરીને યુવરાજસિંહને આપ્યા હતા. પૈસા મળ્યા બાદ યુવરાજસિંહે ડમી કાંડમાં પીકેના નામની જાહેરાત કરવાનું ટાળ્યું હતું.
ગુરુવારે યુવરાજસિંહે ઋષિ બારૈયાનો ડમી ઉમેદવાર તરીકે ઉલ્લેખ કરીને તેનો વીડિયો જાહેર કર્યો હતો, પોલીસનું માનીએ તો યુવરાજસિંહના સાથીદારોએ જ ઋષિ બારૈયાનો આ વીડિયો ઉતાર્યો હતો, જેમાં તે ડમી કાંડમાં સામેલ હોવાની કબૂલાત કરે છે. આ વીડિયોના માધ્યમથી જ યુવરાજસિંહે પીકે પાસેથી પૈસા પડાવ્યા હોવાનો પોલીસનો આક્ષેપ છે.
આ વ્યક્તિને જોઈને પગે લાગ્યા સીઆર પાટીલ, નમસ્કાર કરીને આગળ વધ્યા, જુઓ Video
એક રીતે ભાવનગર પોલીસે યુવરાજસિંહના તમામ દાવાને ખોટા સાબિત કર્યા છે. યુવરાજસિંહે સવાલ કર્યો હતો કે જીતુ વાઘાણી સહિતના લોકો સામે કેમ સમન્સ જાહેર નથી કરાયું, ભાવનગર રેન્જ આઈજીએ તેમના આ સવાલનો પણ જવાબ આપ્યો.
એક તરફ જ્યાં પોલીસ યુવરાજસિંહ વિરુદ્ધ તમામ પુરાવા હોવાનો દાવો કરે છે, ત્યાં કોંગ્રેસે યુવરાજસિંહ સામેની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. મેડિકલ તપાસ અને કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ યુવરાજસિંહની ધરપકડ થશે. એક વાત નિશ્વિત છે કે તેમની મુશ્કેલી વધી છે. એવામાં હવે જોવું એ રહેશે કે યુવરાજસિંહ તરફથી તેમનો પક્ષ કોણ અને કેવી રીતે રજૂ કરે છે.
માઈભક્તો ખાસ વાંચે, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે