Home> Gujarat
Advertisement
Prev
Next

પાટણ: સગીરાને છરી મારનાર આરોપીને તાલિબાની સજા, ઝાડ સાથે ઉંધો લટકાવી, પછાડી ઢોર માર માર્યો

વિદ્યાર્થીની પર હુમલો કરનાર ઇસમને ગામના લોકોએ બાંધીને ઝાડ પર લટકાવીને માર માર્યાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામજનોએ આરોપીને પકડી ઝાડ સાથે બાંધીને જાહેરમાં તાલીબાની સજા આપી હતી.

પાટણ: સગીરાને છરી મારનાર આરોપીને તાલિબાની સજા, ઝાડ સાથે ઉંધો લટકાવી, પછાડી ઢોર માર માર્યો

ઝી ન્યૂઝ/પાટણ: પાટણના સરસ્વતી તાલુકાની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે અઘટિત માંગણીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે વિદ્યાર્થિની તાંબે ના થઈ ત્યારે આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હવે આ મામલો મોટો થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આરોપીને ગામલોકોએ ઝાડ સાથે ઉંધો લટકાવી ઢોર માર માર્યો હતો.

fallbacks

વિદ્યાર્થીની પર હુમલો કરનાર ઇસમને ગામના લોકોએ બાંધીને ઝાડ પર લટકાવીને માર માર્યાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામજનોએ આરોપીને પકડી ઝાડ સાથે બાંધીને જાહેરમાં તાલીબાની સજા આપી હતી. એટલું જ નહીં, આરોપીને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. કાદવ કીચડમાં નીચે પછાડ્યો હતો. જેના વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના?
પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થીની સાથે ગામના જ શખ્સે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થીનીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ ધારદાર હથિયાર વડે વિદ્યાર્થીનીની પીઠ ઉપર ગંભીર ઘા કર્યો હતો. આ ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેથી લોકોએ લોહી લુહાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીનીને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી. ઘટનાની ગંભીરતાને લઈ દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા.

fallbacks

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, ધો 10 માં અભ્યાસ કરવા જઇ રહેલી સગીરાને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે રસ્તામાં રોકીને બીભત્સ માંગણી કરી હતી, પરંતુ સગીરાએ તેની ના પાડતા આરોપીએ તેણે નીચે પાડી દઈ પીઠ પાછળ તીક્ષ્ણ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.

fallbacks

આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More