સમીર બલોચ, અરવલ્લી : મોડાસા તાલુકાના કુંડોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગત પર કાળી ટીકી લગાવતી ઘટના સામે આવી છે. અહીં કુંડોલ ગામની પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક અડપલાં કરતો હોવાની ફરિયાદથી વાલીઓએ શાળામાં એકઠાં થઈને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની વિગતો જોઈએ તો શાળાના શિક્ષકે સગીર બાળાઓ સાથે અડપલાં કર્યા હોવાની માહિતી મળતા હોબાળો મચી ગયો હતો.
ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું
બનાવની વિગત એવી છે કે કુંડોલ ગામે પ્રાથમિક શાળામાં આજે વાલીઓએ શિક્ષક અડપલાં કરતો હોવાની ફરિયાદ સાથે હોબાળો મચાવ્યો હતો. વાલીઓનો અને ખાસ કરીને માતાઓનો આક્ષેપ હતો કે શિક્ષક પ્રવિણ તેમની બાળકીઓ સાથે અડપલાં કરે છે. એક વિદ્યાર્થિનીએ વાલીઓને જાણ કરી હતી કે શિક્ષક પ્રવિણ ભાઈ રૂમમાં એકલા બોલાવી અને ગાલ પર અને શરીરના અન્ય ભાગોમાં સ્પર્શ કરતા હતા. શિક્ષકના આ વર્તનથી હેબતાઇ ગયેલી વિદ્યાર્થિનીએ માતાપિતાને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતા ગ્રામજનો સ્કૂલ ખાતે ધસી આવ્યા હતા.
કોંગ્રેસે પૂર્વોત્તર રાજ્યોની અવગણના જ કરી છે, PM મોદીએ અમારો ઉદ્ધાર કર્યો: સોનોવાલ
આ ઘટનાને કારણે કુંડોલ ગામમાં ભારેલા અગ્નિની સ્થિતિ પેદા થઈ હતી. ગામના સૌ કોઈ લંપટ શિક્ષક પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને આ કાંડની ચર્ચા કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે