Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના વિદ્યાર્થીએ કરી દેખાડ્યું! મેક ઈન ઈન્ડીયા રેસીંગ કારનું સર્જન કર્યું, સ્પીડ જોઈ ભલભલા એન્જિનિયરને આશ્ચર્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે એડીઆઈટી એન્જીનીયરીંગ કોલેજનાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ, ઈલેકટ્રીકલ, અને ઈસી ડીપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા સંપુર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કરાયું છે.

ગુજરાતના વિદ્યાર્થીએ કરી દેખાડ્યું! મેક ઈન ઈન્ડીયા રેસીંગ કારનું સર્જન કર્યું, સ્પીડ જોઈ ભલભલા એન્જિનિયરને આશ્ચર્ય

બુરહાન પઠાણ /આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નથી પ્રેરાઈને આણંદનાં ન્યુ વલ્લભવિદ્યાનગરની સીવીએમ યુનિવર્સીટી સંચાલિત એડીઆઈટી એન્જીનયીરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓની ટીમએ સંપૂર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કર્યું છે. આ કાર આગામી તા.10થી 13 દરમિયાન દિલ્હી ખાતે યોજાનારી નેશનલ રેસીંગ સ્પર્ધામાં ભાગ લેશે.

fallbacks

fallbacks

આગામી 5 દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, આ વિસ્તારોને તંત્રએ આપી દીધી છે ચેતવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે એડીઆઈટી એન્જીનીયરીંગ કોલેજનાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ, ઈલેકટ્રીકલ, અને ઈસી ડીપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા સંપુર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કરાયું છે. આ રેસીંગ કાર સંપૂર્ણપણે કોલેજનાં ઓટોમોબાઈલ વર્કશોપમાં અને આઈડીયા લેબમાં બનાવવામાં આવી છે. આ કલાકનાં 110 કિલોમીટરની સ્પીડમાં દોડી શકે છે, જેમાં 390 સીસીનું એન્જીન લગાવવામાં આવ્યું છે. તેમજ 6 સ્પીડ ગીયર બોક્ષ અને 340 કિલો ગ્રોસ વેઈટ ધરાવે છે. 

સૌરાષ્ટ્રનો સૌથી મોટો રસરંગ લોકમેળો બનશે મોંઘો!! 4 કરોડનું વીમા કવચ લેવામાં આવશે

તેમજ કારનું વજન ઓછુ રાખવા માટે કારનાં નિર્માણમાં વિશેષ લાઈટ વેઈટ મટીરીયલ્સનું ઉપયોગ કરાયો છે. તેમજ રેસીંગ કારને રેસીંગ દરમિયાન હીટીંગથી બચાવવા માટે કારની સાઈડમાં અલગથી નોર્મલ કરતા મોટું રેડીયેટર લગાવવામાં આવ્યું છે. તેમજ રેસીંગ દરમિયાન ટર્ન લેતા કાર પલ્ટી ના મારે તે માટે પણ વિશેષ ડીઝાઈન કરવામાં આવી છે. આ કારના તમામ પાર્ટ્સ કોલેજના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર તૈયાર કરવા પાછળ અંદાજે સાત લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. 

fallbacks

સત્તાની લડાઈમાં સંબંધો રહી ગયા પાછળ, ભારતીય રાજનીતિમાં કાકા-ભત્રીજાના ટકરાવની કહાની

આ રેસીંગ કાર આગામી તા.10 થી 13 દરમિયાન દિલ્હી ખાતે SAE ઈન્ડીયા આયોજીત સુપ્રા 2023 નેશનલ સ્પર્ધામાં બુધ્ધા ઈન્ટરનેશનલ સરકીટ ખાતે આયોજીત રેસીંગ સ્પર્ધામાં ભાગ લેશે. દિલ્હી ખાતે આયોજીત આ સ્પર્ધામાં દેશભરમાંથી 56 જેટલી ટીમો ભાગ લેનાર છે. જેમાં આ રેસીંગ કાર બ્રેક ટેસ્ટ, ટિલટીંગ ટેસ્ટ, ટેકનીકલ ઈન્સપેકશન, લેપ રાઉન્ડ, વેઈટ ટેસ્ટ અને પ્રેઝેન્ટેશન જેવા રાઉન્ડમાંથી પસાર થયા બાદ રેસીંગમાં પ્રદર્શન કરશે. તેમજ આ રેસીંગ કાર પેટ્રોલથી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

લગ્નના સાત દિવસ બાદ ફિલ્મ જોવા લઈ ગયો પતિ... ઈન્ટરવેલમાં ફરાર થઈ ગઈ પત્ની

આ રેસીંગ કારનાં નિર્માણ માટે સીવીએમ યુનિવર્સીટી દ્વારા સાતથી આઠ લાખ રૂપિયાની સ્પોન્સર્ડશીપ આપવામાં આવી છે. સીવીએમ યુનિવર્સીટીનાં અધ્યક્ષ ભીખુભાઈ પટેલ અને પ્રીન્સીપાલ વિશાલસિંધએ પણ આ રેસીંગ કાર નિહાળી નિર્માણ કરનારા વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઓટોમોબાઈલ ડીપાર્ટમેન્ટ હેડ ડો.સંજય પટેલનાં માર્ગદર્શન હેઠળ અનશવા ટીમ દ્વારા ચાર માસની મહેનત બાદ આ રેસીંગ કાર તૈયાર કરી છે. 

fallbacks

આ રીતે ભણશે ગુજરાત? આચાર્યના ચારિત્ર્ય પર લાંછન લગાવનાર બે શિક્ષિકાઓનો વિવાદ વકર્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More