Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના વિદ્યાર્થીઓએ માનવતા મહેકાવી, શહીદોના પરિવારને કરી કંઇક આ રીતે સહાય

સમગ્ર દેશમાંથી શહીદોના પરિવારજનોને સહાયનો ધોધ વરસી રહ્યો છે. જેમાં સુરત પણ બાકાત નથી. સુરતના વિધાર્થીઓ આ વખતે આગળ આવી રૂપિયા 20 લાખની સહાય શહીદોના પરિવારજનોને કરી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયુ છે.

સુરતના વિદ્યાર્થીઓએ માનવતા મહેકાવી, શહીદોના પરિવારને કરી કંઇક આ રીતે સહાય

ચેતન પટેલ, સુરત: જમ્મુ કશ્મીરના પુલવામા થયેલા આંતકી હુમલાને પગલે સમગ્ર દેશમા રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાંથી શહીદોના પરિવારજનોને સહાયનો ધોધ વરસી રહ્યો છે. જેમાં સુરત પણ બાકાત નથી. સુરતના વિધાર્થીઓ આ વખતે આગળ આવી રૂપિયા 20 લાખની સહાય શહીદોના પરિવારજનોને કરી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયુ છે.

fallbacks

વધુમાં વાંચો: શાહ પરિવારે છપાવી અનોખી કંકોત્રી, પુત્રના લગ્નને પરિવારને કરી કંઇક આવી અપીલ

પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે સમગ્ર દેશ માથી સહાય કરવામા આવી રહી છે. જેમા સુરતની પણ વિવિધ સંસ્થાઓ તથા એનજીઓ દ્વારા મદદ કરવામા આવી હતી. જો કે આ વખતે કોઇ સંસ્થા કે એનજીઓ નહિ પરંતુ વિધાર્થીઓ દ્વારા સહાયનો ધોધ વરસાવવામા આવ્યો છે. સુરતની એસવીએનઆઇટી કોલેજમાં દર વર્ષે કલ્ચરલ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામા આવતુ હોય છે. આ વર્ષે પણ વિધાર્થીઓ દ્વારા ચાર દિવસનો કલ્ચરલ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામા આવ્યું હતું.

fallbacks

વધુમાં વાંચો: એસટી નિગમના કર્મચારીઓની હડતાળ પાછી ખેંચાઈ, બે દિવસે સમાધાન

જો કે, આ વચ્ચે પુલવામામાં હુમલો થતા 44 જટેલા જવાનો શહીદ થયા હતા. જેને કારણે સમગ્ર દેશના લોકોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. તો બીજી તરફ એસવીએનઆઇટીના વિધાર્થીઓ દ્વારા પણ ક્લચરલ ક્રાયક્રમ રદ્દ કર્યો હતો અને કાર્યક્રમ પાછળ થનાર રૂપિયા 20 લાખનો ખર્ચ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય રૂપે આપ્યો હતો. વિધાર્થીઓના કાર્યએ માનવતા મહેકાવી હતી. આવતીકાલે એસવીએનઆઇટીના વિધાર્થીઓ કેન્ડલ રેલી કાઢી જવાનોને શ્રધ્ધાજંલિ આપશે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અઙીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More