Home> Gujarat
Advertisement
Prev
Next

વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પહેલા જાણી લો વેકેશનની તારીખો, આ દિવસથી શરૂ થશે અચ્છે દિન

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળાનું વેકેશન સરકાર દ્વારા જાહેર કરાયું હતું. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી 9 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે. 9 મેથી 13 જૂન સુધી કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓ ફરી એકવાર શરૂ થશે. આ વખતે કોરોનાને કારણે સમગ્ર શિક્ષણતંત્ર ડામાડોળ બન્યું હતું. જેના કારણે પરીક્ષાઓ પણ મોડી જાહેર થઇ હતી અને તેના કારણે વેકેશન પણ મોડુ થયું છે. 

વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પહેલા જાણી લો વેકેશનની તારીખો, આ દિવસથી શરૂ થશે અચ્છે દિન

ગાંધીનગર : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળાનું વેકેશન સરકાર દ્વારા જાહેર કરાયું હતું. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી 9 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે. 9 મેથી 13 જૂન સુધી કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓ ફરી એકવાર શરૂ થશે. આ વખતે કોરોનાને કારણે સમગ્ર શિક્ષણતંત્ર ડામાડોળ બન્યું હતું. જેના કારણે પરીક્ષાઓ પણ મોડી જાહેર થઇ હતી અને તેના કારણે વેકેશન પણ મોડુ થયું છે. 

fallbacks

આદિવાસીઓની સૌથી મોટી સમસ્યાનું સમાધાન, નર્મદા-તાપી રિવર લિંકઅપ યોજના સ્થગિત

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ઉનાળાના વેકેશન અંગે પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, આગામી 9 થી 12 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસ સુધી ઉનાળુ વેકેશન રહેશે. ત્યાર બાદ શિક્ષણકાર્ય ફરી એકવાર શરૂ થશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા લખાયેલા પત્ર અનુસાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી શાળાકીય પ્રવૃતિ કેલેન્ડરમાં દર્શાવાયેલી તારીખ અનુસાર વેકેશનનું પાલન કરવાનું રહેશે. 

ધંધામાં નુકસાન જતા પતિએ પત્નીને કહ્યું મારો ધંધો તો ફ્લોપ ગયો હવે ધંધો તારે કરવાનો છે અને...

રાજ્યની તમામ પ્રાથમિક, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ, અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર ફોલો કરવા માટે જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે, કોરોના જે પ્રકારે ઘટી રહ્યો છે તે જોતા આગામી વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર યથાવત્ત રહેશે તેવું લાગી રહ્યું છે. જો કોરોના પ્રકોપ ન વકરે તો વિદ્યાર્થીઓનું જીવન ફરીએકવાર પૂર્વવત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More