Home> Gujarat
Advertisement
Prev
Next

ભુજમાં 18 વર્ષની કોડીલી કન્યાએ ખાધો ગળાફાંસો કારણ કે...

ભુજના આંબેડકર છાત્રાલયમાં 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતીતભુજના ભુજોડીની રહેવાસી હતી. આ આપઘાત પાછળનું કારણ અત્યારે અકબંધ છે. આ મામલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભુજમાં 18 વર્ષની કોડીલી કન્યાએ ખાધો ગળાફાંસો કારણ કે...

ભુજ : ભુજના આંબેડકર છાત્રાલયમાં 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતીતભુજના ભુજોડીની રહેવાસી હતી. આ આપઘાત પાછળનું કારણ અત્યારે અકબંધ છે. આ મામલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

ગીર સોમનાથ: મૃત વ્યક્તિનાં નામે લોન લઇને ખરીદવામાં આવતી હતી બાઇક

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટીનેજર વિદ્યાર્થીઓના સુસાઇડમાં વધારો થયો છે એ ચિંતાનો વિષય છે. હાલમાં વડોદરાના સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં મિકેનીકલ એન્જિનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોનક વશીએ હોસ્ટેલમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. આ યુવકે સુસાઇડ કર્યો હોવાનું પહેલી નજરે લાગે છે પણ તેના પરિવારજનોએ રોનકની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે ખરી હકીકત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ ખબર પડશે.

વડોદરા: મંગળબજારમાં ત્રણ માળની દુકાનમાં અચાનક લાગી ગઇ ભયાનક આગ

ગણતરીના દિવસો પહેલાં સુરત ખાતે આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં પણ સુસાઇડ કેસ બન્યો હતો. બીઈના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પરીક્ષાના દિવસે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગરનો નિવાસી દિપક બોરિયા નામનો વિદ્યાર્થી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બીઈના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. દિપક યુનિવર્સિટીની જ સમરસ હોસ્ટેલના 405 નંબરના રૂમ રહેતો હતો. યુવકની બીઈના ત્રીજા વર્ષની પરીક્ષાનું પહેલું પેપર સોમવારના રોજ હતું. યુવકે પરીક્ષા પહેલા જ પોતાના રૂમની અંદર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા હોસ્ટેલ તથા યુનિવર્સિટીમાં ચકચાર મચી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More