Home> Gujarat
Advertisement
Prev
Next

પતિએ પહેલાં પત્નીની કરી હત્યા પછી પી લીધું એસિડ!

અમદાવાદના સોલાના આત્મહત્યાના કેસમાં પોસ્ટમોર્ટમ પછી મોટો ખુલાસો થયો છે.

પતિએ પહેલાં પત્નીની કરી હત્યા પછી પી લીધું એસિડ!

મૌલિક ધામેચા, અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં હાલમાં આત્મહત્યાો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હવે આ દંપતિનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા રિપોર્ટથી માહિતી મળી છે કે પતિએ પહેલાં પત્નીની હત્યા કરી હતી અને પછી આત્મહત્યા કરી લીધી હતી. આ કિસ્સામાં પતિએ પહેલા પત્નીના ગળામાં ઇજા પહોંચાડી હતી અને પછી એસિડ પી લીધું હતું. 

fallbacks

સોલામાં વંદેમાતરમ રોડ શાયોના તિલક ત્રણમાં રહેતા એક દંપતીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. સોલામાં વંદેમાતરમ રોડ પર શાયોના તિલક ત્રણના ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓએ સોલા પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે ઘટનાસ્થળે આ મકાનનો દરવાજો તોડી તપાસ કરતાં દંપતીના મૃતદેહ પડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં બંને આત્મહત્યા કરી હોવાનું જણાય છે. તપાસમાં મૃતકનું નામ કાલાસોના રોય અને તેની પત્ની પારોમિતા હોવાનું બહાર આવ્યું છે. કાલાસોના શહેરની એક મિલમાં નોકરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પતિનો મૃતદેહ બેડરૂમમાંથી અને પત્નીનો ડાઇનિંગ હોલમાંથી મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More