Home> Gujarat
Advertisement
Prev
Next

વિધાનસભા ચૂંટણી વિવાદ કેસ : ભૂપેન્દ્ર ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ, 27 ઓગસ્ટે હાજર રહેવા આદેશ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા જીતને પડકારતી રિટ મુદ્દે સુનાવણી મામલે હાઇકોર્ટે ભુપેન્દ્ર ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ કર્યું છે. ભૂપેન્દ્ર ચૂડાસમાની જુબાની માટે સમન્સ ઈશ્યુ કરાયું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા જીતને રદ કરતી અરજી કરાઈ હતી.

વિધાનસભા ચૂંટણી વિવાદ કેસ : ભૂપેન્દ્ર ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ, 27 ઓગસ્ટે હાજર રહેવા આદેશ

આશ્કા જાની/ગાંધીનગર :શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા જીતને પડકારતી રિટ મુદ્દે સુનાવણી મામલે હાઇકોર્ટે ભુપેન્દ્ર ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ કર્યું છે. ભૂપેન્દ્ર ચૂડાસમાની જુબાની માટે સમન્સ ઈશ્યુ કરાયું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા જીતને રદ કરતી અરજી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદના કેસમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને 27મી ઓગસ્ટ હાજર રહેવા આદેશ કર્યો છે. 

fallbacks

IAS દહિયાની કથિત પત્નીએ કર્યા ચોંકાવનારા આક્ષેપ, ‘તે મને અને મારી દીકરીને રસ્તામાંથી હટાવી પણ શકે છે’

શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More