ભાવનગર : સમગ્ર ભારતમાં સૌથી નાની ઉંમરે આઇપીએસ બનનાર પોલીસ અધિકારી છે સફીન હસન. સફિનના પિતા મુસ્તુફા હસન ઇલેક્ટ્રિશિયન હતા. માતા નસીમબેન રત્નકલાકાર, સામાન્ય પરિવારમાં જન્મેલા સફિનનું એક જ લક્ષ્ય હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારી બનવાનું અને એ સપનું તેણે મહેનત કરી સિદ્ધ કરી બતાવ્યું.સફીન હસન નો જન્મ 21 જૂન 1995 માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ કાણોદર ગામમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. પિતા મુસ્તુફા હસન ઇલેક્ટ્રિશિયન હતા અને માતા નસીમબેન હસન રત્ન કલાકાર, પતિ પત્ની બંને મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. સફિન હસન ભણવામાં ખૂબ હોશિયાર, તેણે પ્રાથમિકથી 12 ધોરણ સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં પૂર્ણ કર્યો હતો. તેમજ કોલેજ પૂરી કર્યા બાદ 2018માં gpscની પરીક્ષામાં 34 મો રેન્ક અને upsc ની પરીક્ષામાં 570 મો રેન્ક મેળવ્યો છે.
વડોદરાના પાદરામાં મહિલાએ લૂંટની ફરિયાદ કરી, પોલીસ તપાસમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યું
સફીન હસનને હોર્સ રાઇડિંગ અને બેડમિંટન રમવાનો ખૂબ શોખ છે, અને ભણવામાં પહેલેથી જ હોશિયાર હતા. તેને ઉચ્ચ પોલીસ અધિકારી બનવું હતું, એટલે ખૂબ જ મહેનત કરી gpsc અને upsc ની પરીક્ષા પ્રથમ વારમાં જ ઉત્તીર્ણ કરી. જે માટે ગામના જ હુસેનભાઇ પોલરા નામના બિલ્ડરે કોઈપણ જાતના સંબંધ નહોતા છતાં સફિન હસનને આર્થિક મદદ કરી હતી. સફિન હસનનું આઇપીએસ બન્યા બાદ પ્રથમ પોસ્ટિંગ જામનગરમાં થયું હતું. જ્યાં પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી હૈદરાબાદ ટ્રેનિંગ સેન્ટરમાં ગયા હતા, ત્યાંથી સીધા ભાવનગરમાં એ.એસ.પી તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.
HTAT આચાર્ય બાદ જુનિયર ડોક્ટરની હડતાળ પણ મોકૂફ, સરકારનું હકારાત્મક વલણ
ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી અભ્યાસ પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા માટે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને તેઓ ઈંગ્લીશનું ટ્યુશન કરાવતા હતા. સાથે પાલનપુરમાં આવેલી ઝૂપડપટ્ટીના બાળકો માટે ખાસ પ્રોજેક્ટ નિર્માણ નામની એનજીઓ ચાલુ કરી હતી. જેના થકી તેઓ ઝૂપડપટ્ટીના બાળકોને પણ અભ્યાસ કરાવતા હતા. IPS અધિકારી હોવા છતા પણ તે ખુબ જ સહૃદયી વ્યક્તિત્વ ધરાવે છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિની વાત/ફરિયાદ સાંભળીને તેનો ઉકેલ લાવવા અને ન્યાય થાય તેવો પ્રયાસ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે