Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર, કર્યો 1.51 લાખનો ચેક અર્પણ

સુરત (Surat) ના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા રમેશ ભલાણીની મોટી દીકરીના લગ્ન રવિવારે મોટા વરાછાના ફાર્મ હાઉસ ખાતે યોજાયા હતા.

દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર, કર્યો 1.51 લાખનો ચેક અર્પણ

ચેતન પટેલ/સુરત: જ્યારથી ભવ્ય રામ મંદિર (Ram Mandir) બનાવવા માટે નિધિ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારથી તમામ રામ ભક્તોના મનમાં માત્ર 'રામ કાજ કરિબે કો આતુર' ની ભાવના જોવા મળી રહી છે. સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક પિતાએ દીકરીના લગ્ન વેળા એ જ અયોધ્યા મંદિર (Ayodhya Temple) માટે 1.51 લાખનું દાન કરીને દીકરીના લગ્ન પ્રસંગની ખુશીને બેવડી કરી હતી.

fallbacks

Surat: 63 વર્ષનો ખેડૂત શોધી રહ્યો છે સાતમી પત્ની, પત્નીની ઉંઘ થઇ હરામ

રામ નિર્માણ માટે 1.51 લાખનો ચેક અર્પણ
સુરત (Surat) ના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા રમેશ ભલાણીની મોટી દીકરીના લગ્ન રવિવારે મોટા વરાછાના ફાર્મ હાઉસ ખાતે યોજાયા હતા. આ લગ્નમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના માટેનો અપાર પ્રેમ જોવા મળ્યો હતો. દીકરીના પિતા રમેશભાઈએ દીકરીના હસ્તે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિને ભવ્ય રામ મંદિરના (Ram Mandir) નિર્માણ માટે પોતાની નાનકડી હાજરી સ્વરૂપે રૂપિયા 1.51 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

Dhoni ગુજરાતીઓને શિખવાડશે હેલિકોપ્ટર શોટ ફટકારતાં, ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક

પિતાએ દીકરીના લગ્નપ્રસંગને બનાવ્યો વધુ આનંદમય
દીકરીના હસ્તે જ દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ અંગે રમેશભાઇએ જણાવ્યું હતું કે અયોધ્યા એ હિન્દુત્વની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. આશરે 500થી વધુ વર્ષ બાદ આ ખુશી આવી છે અને એ સાથે દીકરીના લગ્નની ખુશી. જેથી ખુશીને બેગુણી વધારવા રામ કાર્ય કરવાનો સહેજ વિચાર આવ્યો હતો અને તેને અમલમાં મૂકી દીધો. જે અમારા માટે સૌભાગ્યની વાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More