Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: કોવિડ હોસ્પિટલમાં 1 હજાર બેડ વધારવામાં આવશેઃ જયંતિ રવિ


પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની  સ્ટેમસેલ બિલ્ડીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

સુરત: કોવિડ હોસ્પિટલમાં 1 હજાર બેડ વધારવામાં આવશેઃ જયંતિ રવિ

ચેતન પટેલ/સુરતઃ અમદાવાદ સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 5 હજારથી વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. સુરતમાં સતત વધી રહેલા કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ ગયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદ યોજીને મીડિયા સાથે વાત કરી હતી. 

fallbacks

પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની  સ્ટેમસેલ બિલ્ડીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બિલ્ડીંગ ખાતાના અધિકારી આજે સુરત મુલાકાતે આવવાના છે જ્યાં તેમની સાથે ચર્ચા કરવામાં આવશે.  દરેક ઘરના લોકોને કોઈ સિમટમ્સ હોય તો ધન્વંતરી રથ તરફ લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના અંગે શંકા હોય તો 104નો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે જયંતિ રવિએ લોકોને ઓકસિમિટર વસાવવાની પણ અપીલ કરી હતી. જેની કિંમત આસરે 600-700 રૂપિયા છે. 

સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ 

આરોગ્ય અગ્રસચિવ કહ્યું કે, જો કોઈને ચાલવામાં મુશ્કેલી હોય કે કફ હોય તો તે કોરોનાના લક્ષણો છે. આ સાથે તેમણે કહ્યું કે, લોકો હોમ આઈસોલેશન અપનાવે તે તેમના માટે પણ યોગ્ય છે. જો કોઈ દર્દીએ ખાનગી હોસ્પિટલમાં જવુ હોય તો તે માટે પણ લિંક કરવામાં આવી છે. આ સાથે હોસ્પિટલમાં કોરોનાના 1 હજાર બેડ વધારવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં 180 આઈસીયૂ બેડ હશે. 

તેમણે કહ્યું કે, 50થી વધુ એનજીઓ કામગીરીમાં જોડાવા માટે આગળ આવ્યા છે. તો એક-બે સમાજ તરફથી પણ આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.  ભારત સરકાર તરફથી એસઓપીની ગાઈડ તૈયાર કરવામાં આવી રહી છે જે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે. જયંતિ રવિએ કહ્યું કે, જે ગંભીર દર્દીઓ છે તેના માટે સરકારની કોવિડ હોસ્પિટલ છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More