ચેતન પટેલ/સુરત: સુરત ફાયર વિભાગ દ્વારા 955 જેટલી હાઇ રાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી ના સાધનો ના અભાવ ને કારણે પાણી અને ડ્રેનેજ લાઈન કાપવાનો નિર્ણય કરવામાં આવતા બિલ્ડરો દોડતા થયા છે. તક્ષશિલા આગ હોનારત બાદ ફાયર વિભાગે ફાયરસેફટીનાં મુદ્દે કોઈપણ રીતે બાંધછોડ કરવા તૈયાર નથી. તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયરે શહેરની 1142 હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયરસેફટીના સાધનો છે કે નહીં તેનો સર્વે કર્યો હતો.
આ સર્વેમાં 1064 જેટકી હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો કે ફાયરની એનઓસી નહિ હોવાથી નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી 955 બિલ્ડીંગ દ્વારા નોટિસ પછી પણ ફાયરની એનઓસી રજૂ કરવામાં આવી નહોતી. જેથી હવે આ બિલ્ડીંગના પાણી અને ગટર કનેક્શન કાપી નાંખવા સાત ઝોનને આદેશ આપવામાં આવ્યા છે. જોકે આ મુદ્દે ડેપ્યુટી મેયરે ફાયરની એનઓસી માટે પાલિકા દ્વારા 14 ફાયર કન્સલ્ટન્ટ નીમવામાં આવ્યા છે.
શહેરમાં 1528 કોમર્શિયલ બિલ્ડીંગની ફાયરની એનઓસી બાકી છે. આ ઉપરાંત 955 રહેણાંક હાઇરાઈઝની એનઓસી લેવામાં ખાસ્સો સમય લાગે તેમ છે. નવરાત્રી અને દિવાળીને કારણે લોકો વેપાર ધંધામાં વ્યસ્ત હોય છે. ત્યારે ફાયર એનઓસી લેવાની કામગીરી માટે તેમને થોડો સમય આપવો જરૂરી છે. રહેણાંક વિસ્તારમાં ફાયર એનઓસી માટે પાણી અને ડ્રેનેજના જોડાણો કાપવાનો આકરો નિર્ણય લેતા પહેલા લોકોને થોડો સમય મળે તે માટે કમિશનરને નોંધ મુકવામાં આવી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે