ચેતન પટેલ/સુરત : સુરતમાં હત્યા, મારામારી, દુષ્કર્મ જેવી ઘટનાઓ હવે દિવસેને દિવસે સામાન્ય બનતી જઇ રહી છે. નાગરિકોમાં જાણે હવે કાયદાનો કોઇ ડર જ ન હોય તે પ્રકારે રોજ ક્યાંક મારામારી તો ક્યાંક હત્યાના બનાવો બનતા રહે છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થા પર કાબુ મેળવવામાં પોલીસ સતત નિષ્ફળ જઇ રહી છે. પોલીસને હવે માત્ર માસ્ક, વાહનોના દંડ ઉઘરાવવામાં જ રસ હોય તે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં લોહિયાળ બની છે. જેના કારણે પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Surat: લાખોની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયા પિતા-પુત્ર, મુંબઇથી લાવ્યા હતા ડ્રગ્સ
સુરતનાં કાપડ માર્કેટમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. કાપડના ગોડાઉનમાં ઘસી આવેલ મહિલાઓ સહિત શખ્સોએ હુમલો કર્યો હતો. પ્લાસ્ટિકના પાઇપ અને ખુરશી વડે વેપારી સહિત કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ કાપડના ગોડાઉનમાં તોડફોડ કરી હતી. ઓફિસમાં તોડફોડ કર્યા બાદ વેપારીને જાનથી મારી નાખવા અંગેની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ટોળા દ્વારા કપડાના ગોડાઉનમાં હુમલો કરવામાં આવે છે. જેમાં ટોળામાં રહેલી મહિલાઓ પણ ક્રુર રીતે કેટલાક લોકોને માર મારે છે.
PM મોદી સાથે ગુજરાતની 'ખુશી'ની વાત, એક સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની એકમાત્ર ખેલાડી
હુમલાની ઘટના બાદ સલાબતપુરા પોલીસે આરોપી સલમાન ઇમરાન સહિત મહિલાઓ મળી નવ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ શેત્રુજીવાડમાં આ ઘટના બની હતી. વેપારી મોહમ્મદ જુનેદ રાઈનની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજી સુધી હુમલો શા માટે કરવામાં આવ્યો હતો અને મહિલાઓ પણ આ વેપારી પર શા માટે તુટી પડી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે