Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: મોબાઇલ ચોરીનો આરોપ લગાવી કપડા ફાડી કિશોરને માર્યો ઢોરમાર

કોઈ પણ ઘટનામાં લોકો જાતેજ નિર્ણય સંભળાવવાની વિચિત્ર માનસિકતા રાખી રહ્યા છે. અનેક વખત આવા કિસ્સાઓમાં તાલીબાની સજા આપવામાં આવે છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના બની છે. એક કિશોર પર મોબાઈલ ચોરીની આરોપ લગાવી તેને માર મારવામાં આવ્યો છે. માર મારવા સાથે તેનો વિડીયો પણ વાઈરલ કરવામાં આવ્યો છે. 

સુરત: મોબાઇલ ચોરીનો આરોપ લગાવી કપડા ફાડી કિશોરને માર્યો ઢોરમાર

તેજશ મોદી/સુરત: કોઈ પણ ઘટનામાં લોકો જાતેજ નિર્ણય સંભળાવવાની વિચિત્ર માનસિકતા રાખી રહ્યા છે. અનેક વખત આવા કિસ્સાઓમાં તાલીબાની સજા આપવામાં આવે છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના બની છે. એક કિશોર પર મોબાઈલ ચોરીની આરોપ લગાવી તેને માર મારવામાં આવ્યો છે. માર મારવા સાથે તેનો વિડીયો પણ વાઈરલ કરવામાં આવ્યો છે. 

fallbacks

સમગ્ર ઘટના સુરતના ભટાર વિસ્તારની છે, અહીં આવેલી એક ઝૂપડપટ્ટીમાં મોબાઈલ ચોરીની ઘટના બની રહી હતી. દરમિયાન એક કીશોર મોબાઈલની ચોરી કરતો હોવતાનાં આરોપ સાથે તેની ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. ચાર જેટલા યુવકોએ આ કિશોરને માર માર્યો હતો. ચારેય યુવકો એટલા ઝનુન પૂર્વક મારી રહ્યા હતાં કે કિશોરના કપડા પણ ફાડી નાખ્યા હતા.

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ

કિશોરના ગુપ્તાંગના ભાગમાં પણ છેડછાડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર ઘટનામાં કિશોરને માર મારવાની ઘટનાનો વિડીયો પણ બનાવામાં આવ્યો હતો. અને તેને વાઈરલ પણ કરવામાં આવ્યો હતો. ઘટના બન્યા બાદ કિશોરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે, કિશોરના સમાજના લોકોને માંગણી કરી છે, કે કીશોરને મારનારા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો તે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More