Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: GEBના બેદરકારીના કારણે ખુલ્લા વાયરને અડતા એક મહિલાનું મોત

સુરતમાં ફરી એકવાર જીઇબીની બેદરકારીને કારણે માસુમ યુવતીનુ મોત નીપજયુ છે. સુરતના પુણાગામ વિસ્તારમા આવેલી નર્વદેસાગર સોસાયટીમા ત્રણ દિવસ પહેલા જીઇબીનો વાયર ખુલ્લો લટકતો હતો. જેથી સોસાયટીના પ્રમુખે આ અંગે જીઇબીમાં ફરીયાદ પણ નોંધાવી હતી. જો કે જીઇબીના અધિકારી આવ્યા તો હતા પરંતુ વાયર ખુલ્લો મુકી જ જતા રહ્યા હતા. જ્યા આજરોજ બપોરના સમયે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. તે દરમિયાન ખુલ્લા વાયરને અડતા એક યુવતિનું મોત થયું હતું. 

સુરત: GEBના બેદરકારીના કારણે ખુલ્લા વાયરને અડતા એક મહિલાનું મોત

ચેતન પટેલ/સુરત: સુરતમાં ફરી એકવાર જીઇબીની બેદરકારીને કારણે માસુમ યુવતીનુ મોત નીપજયુ છે. સુરતના પુણાગામ વિસ્તારમા આવેલી નર્વદેસાગર સોસાયટીમા ત્રણ દિવસ પહેલા જીઇબીનો વાયર ખુલ્લો લટકતો હતો. જેથી સોસાયટીના પ્રમુખે આ અંગે જીઇબીમાં ફરીયાદ પણ નોંધાવી હતી. જો કે જીઇબીના અધિકારી આવ્યા તો હતા પરંતુ વાયર ખુલ્લો મુકી જ જતા રહ્યા હતા. જ્યા આજરોજ બપોરના સમયે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. તે દરમિયાન ખુલ્લા વાયરને અડતા એક યુવતિનું મોત થયું હતું. 

fallbacks

દરમિયાન થાંભલા પાસેથી કાજલ નામની યુવતી ઘરે જમવા માટે જઇ રહી હતી. જ્યા ભુલમા એકાએક તેનો હાથ આ થાંભલા પર પડી ગયો હતો અને તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. આ ઘટના બાદ સ્થાનિક લોકોમા રોષનુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. સાથોસાથ જો વાત કરીએ તો જીઇબીના અધિકારી અને મનપાના અધિકારીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા હતા.

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં રેડ

જુઓ LIVE TV

જીઇબીના અધિકારી તો ત્યા સુધી તૈયારી બતાવી હતી કે તપાસ બાદ તેઓ મનપાના કર્મચારી વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવશે. જો કે હાલ તો પુણા પોલીસે લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમા મોકલી આપી હતી, જો કે ત્યા પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More