Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT માં શોલે ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો, ફાયર વિભાગે 5 કલાક ચલાવ્યું દિલધડક રેસક્યું

શહેરના ડિંડોલી વિસ્તારમાં ફિલ્મ શોલેને પણ શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા. એક યુવક 70 ફૂટ ઉંચા થાંભલા પર ભીના શરીરે ચડીને હોબાળો કર્યો હતો. જો કે આ યુવક ઉપર ચડી ગયા બાદ સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયરનાં જવાનોએ ભારે જહેમત બાદ તેને નીચે ઉતાર્યો હતો. 

SURAT માં શોલે ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો, ફાયર વિભાગે 5 કલાક ચલાવ્યું દિલધડક રેસક્યું

સુરત : શહેરના ડિંડોલી વિસ્તારમાં ફિલ્મ શોલેને પણ શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા. એક યુવક 70 ફૂટ ઉંચા થાંભલા પર ભીના શરીરે ચડીને હોબાળો કર્યો હતો. જો કે આ યુવક ઉપર ચડી ગયા બાદ સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયરનાં જવાનોએ ભારે જહેમત બાદ તેને નીચે ઉતાર્યો હતો. 

fallbacks

પોલીસ અને ફાયરનાં જવાનોએ પાંચ કલાકની જહેમતથી દોરડા વડે બાંધીને તેને નીચે ઉતાર્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફાયર અને પોલીસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. 

જો કે યુવક બ્રિજના પિલર પર ચડી ગયો અને હોબાળો મચાવ્યો શા માટે તે અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. જો કે પાંચ કલાક સુધી ફાયર અને પોલીસનાં જવાનોએ રેસક્યું કામગીરી ચલાવતા લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. હાલ તો પોલીસે તેની અટકાયત કરીને આવું કરવા પાછળનું કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More