Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Surat Building Collapse : સુરત બિલ્ડિંગ દુર્ઘટનામાં ગઈકાલ બપોરથી આજ સવાર સુધી રેસ્ક્યૂ ચાલ્યું, સત્તાવાર સાતનાં મૃતદેહ મળ્યાં, હાલ એક મહિલા સારવાર હેઠળ
 

સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના પાલી ગામમાં ગઈકાલે બપોરે એક બિલ્ડીંગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો. ત્યારે બિલ્ડીંગમાં દટાઇ જવાથી 7 લોકોના મોત નિપજ્યા છે. સવારના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ દુર્ઘટનામા કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ઘટના બનવાની સાથે એક મહિલાને જીવિત રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી. 

fallbacks

સુરત પાલી ગામ કૈલાશ નગર ખાતે બપોરે 1:30 વાગ્યાના અરસામાં અચાનક 5 માળની બિલ્ડીંગ ધરાશાઈ હતી બનવાની સાથે જ ફાયર વિભાગને જાણ થતાં પહોંચી હતી. બિલ્ડીંગ માં દટાઈ એક મહિલાને જીવિત રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી. ગઈકાલ બપોરથી સતત ચાલેલા રેસ્ક્યૂ બાદ કુલ 7 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આજ સવાર સુધી 7 લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 

આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધ

8 વર્ષમાં નવી બનાવેલી ઈમારત જર્જરિત થઈ ગઈ
પાલી વિસ્તારની 5 માળની બિલ્ડીંગ ધરશાયી થઈ હતી. 5 માળની બિલ્ડિંગમાં કુલ 35 રૂમ હતા. જેમાં 5 થી 7 પરિવાર રહેતા હતા. હજી 8 વર્ષ પહેલાં જ આ બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. પરંતું 8 વર્ષમાં જ બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ હતી. જેથી સુરત મનપાએ એપ્રિલ મહિનામાં નોટિસ આપી હતી. જોકે, મનપાએ માત્ર નોટિસ આપી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરી ન હતી. બિલ્ડીંગની દેખરેખ રાખનાર એ 6 મકાન ભાડે આપી દીધા હતા. મકાનમાં રહેતા 7 લોકોના મોત નીપજ્યા છે. પોલીસે બિલ્ડીંગની દેખરેખ રાખનાર સામે ગુનો નોંધ્યો છે. 

PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ

ફસાયેલા લોકોને લાઈવ ડિટેક્ટરથી શોધાયા હતા
ગઈકાલે બપોરે સુરતના સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. ઇમારત ધરાશાયી થવાની ઘટના બનતાં ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વર્ષ 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં તૂટી પડ્યું. રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી કામે લાગી ગયા હતા. દરમિયાન અંદર લોકો ફસાયેલાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ અભિયાન શરૂ કરાયું હતું.

કેમેરાથી કાટમાળમાં શોધ કરાઈ હતી
કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરવામાં આવી છે. ગઈકાલે રાત સુધી એક યુવકને મૃતક હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. તો ઘટના બનવાની સાથે જ એક મહિલાને રેસક્યુ કરીને બહાર પણ કાઢવા આવી હતી. પરંતુ તેના બાદ પણ અનેક લોકો અંદર ફસાયેલા હતા. 

જે મહિલાને જીવિત રેસ્ક્યૂ કરાઈ હતી તેનું નામ કશિશ શ્યામ શર્મા (ઉંમર 22 વર્ષ) છે. યુવતીનો પતિ ઓફિસ ગયો હતો અને તે ઘરે એકલી હતી ત્યારે સૂઈ રહી હતી ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. મહિલાને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  

ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા, સોનેરી અક્ષરથી લખાયો ઈતિહાસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More