Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતઃ જાહેરમાં કેક કાપવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો સુરતનો નહીં પરંતુ કોઈ અન્ય શહેરનો હોઈ શકે છે. આ સાથે જ પોલીસ દ્વારા આ વીડિયોના આધારે સૂરજ વાઘમારે સાથે દેખાતા અન્ય શખ્સોની પણ તપાસ આદરવામાં આવી છે.
 

સુરતઃ જાહેરમાં કેક કાપવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર

સુરતઃ છેલ્લા ઘણા સમયથી જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મદિવસ ઉજવવાની ફેશન બની ગઈ છે. સુરતમાં આવો જ એક વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. સૂરજ વાઘમારે નામના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયાના ટિકટોક પ્લેટ ફોર્મ પર મુકવામાં આવ્યો છે, જેમાં સુરજની પ્રોફાઈલ પણ જોવા મળે છે. 

fallbacks

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો સુરતનો નહીં પરંતુ કોઈ અન્ય શહેરનો હોઈ શકે છે. આ સાથે જ પોલીસ દ્વારા આ વીડિયોના આધારે સૂરજ વાઘમારે સાથે દેખાતા અન્ય શખ્સોની પણ તપાસ આદરવામાં આવી છે. જો આ વીડિયો સુરતનો હશે તો કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

BRTS: 25 સ્થળે સ્વિંગ ગેટ કાર્યરત કરાયા, હવે ST બસને પણ જનમાર્ગમાં પ્રવેશ પર પ્રતિબંધ

જાહેરમાં તલવારથી કેક કાપવાની ફેશન
જાહેરમાં તલવારથી કેક કાપવવાથી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થાય છે. કેટલાક અસામાજિક તત્વો આ રીતે કેક કાપીને અવાર-નવાર સોશિયલ મીડિયામાં વીડિયો મુકતા હોય છે. અગાઉ પણ આ પ્રકારના કિસ્સામાં પોલીસે કાર્યવાહી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More