Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપની પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, 26 માંથી એક બેઠક પર કમળ ખીલ્યું

Mukesh Dalal Elected Unopposed : સુરત લોકસભા બેઠક ભાજપે બિન હરીફ જીતી છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ બન્યા છે. સુરતમાં ભાજપે નવો ઈતિહાસ રચી દીધો

ભાજપની પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, 26 માંથી એક બેઠક પર કમળ ખીલ્યું

Surat Loksabha Seat : ગુજરાતમાં ભાજપની જીતનો ધમાકેદાર આરંભ થયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈને ભાજપે મેળવેલી પહેલી મોટી જીત બની છે. આ એક ઐતિહાસિક જીત બની છે. ભાજપે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું કે, પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન. તો સીઆર પાટીલે ટ્વિટ કરતા લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! 

fallbacks

લોકસભામાં બિન હરીફ
દેશમાં ભાજપે ઈતિહાસ રચ્યો
સુરતમાં ભાજપનો ઉમેદવાર બિન હરીફ
ભાજપનો ઉમેદવાર બિન હરીફ થતા ઈતિહાસ સર્જાયો
ભાજપ પહેલી વાર લોકસભા ચૂંટણીમાં કોઈ બેઠક બિન હરીફ જીતી
અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં 28 સાંસદ બિન હરીફ જીત્યા
સૌથી વધારે જમ્મુ-કાશ્મીરમાં સાંસદ બિન હરીફ જીત્યા

સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ બન્યા

26 માંથી એક બેઠક પર કમળ ખીલ્યું
સુરત લોકસભા બેઠક ભાજપે બિન હરીફ જીતી છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ બન્યા છે. સુરતમાં ભાજપે નવો ઈતિહાસ રચી દીધો છે. દેશમાં ગુજરાત ભાજપે ઈતિહાસ રચી દીધો છે. સુરતમાં ભાજપની બલ્લે-બલ્લે થઈ છે. સુરતમાં ભાજપ સામે કોઈ નહીં ટક્કરમાં નથી. સુરતમાં ભાજપ જ સિકંદર સાબિત થયું છે. સુરતમાં વિપક્ષ ચારેખાને ચિત્ત થયું છે.  

25 બેઠકો 5 લાખની લીડથી જીતીશું
આ વિશે ભાજપના સહપ્રવક્તા દીપક જોશીએ કહ્યું કે, અમારા માટે આનંદની વાત છે. ગુજરાતમાં આઝાદી પછી ભાજપની પ્રથમ બેઠક બિન હરીફ બની છે. જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યું છે તેઓએ ભાજપનો સાથ આપ્યો છે. સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ 5 કલાકે જાહેર કરાશે. ગુજરાતની તમામ બેઠકો જીતવામાં આવશે. બાકીની 25 બેઠકો 5 લાખની લીડથી જીતવામાં આવશે. 2 દિવસથી આક્ષેપ કરવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. સુરતની સીટ પર અન્ય કોઈ ઉમેદવાર છે નહિ એટલે બિન હરીફ જ કહી શકાય. 

જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતા

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામાની ટાઈમલાઈન

  • 13 માર્ચે મુકેશ દલાલ ભાજપના ઉમેદવાર જાહેર થયા
  • 21 માર્ચે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા
  • 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં મુકેશ દલાલે ફોર્મ ભર્યું
  • 17 એપ્રિલે નિલેશ કુંભાણી કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું
  • 21 એપ્રિલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું
  • 22 એપ્રિલે ભાજપ સિવાયના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

કોંગ્રેસનો આક્ષેપ
સુરત લોકસભા બેઠક પર હારથી કોંગ્રેસ ખેમામાં સોપો પડી ગયો છે. આ વિશે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ભાજપના હાથકાંડાના કારણે કોંગ્રેસને નુકશાન થયું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને જે રીતે નુકશાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવશે. ગુજરાતની જનતાએ ભાજપાને જાકારો કરવાનો મિજાજ બનાવી ચુકી છે. સીધી રીતે ભાજપે જનતાનો મિજાજ પારખી જવાથી આવા હાથકંડા અપનાવે છે. ભાજપના નેતાઓ ની ફોર્મમાં 20-25 ભૂલો હોવ છતાં તેમની બધી વાત માનવામાં આવે છે. કોંગ્રેસ ચૂંટણી પંચને તેમની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે. 

ગધેડીનું દૂધ વેચીને આ ગુજ્જુ યુવક થઈ ગયો લખપતિ, રોકેટની જેમ દોડ્યો બિઝનેસ આઈડિયા

સુરત બેઠક કેમ મહત્વની
ગુજરાતની ડાયમંડ નગરી છે સુરત શહેર
1989થી સુરત લોકસભા બેઠક છે ભાજપ પાસે
ભાજપનો ગઢ ગણવામાં આવે છે સુરત
3 દાયકાથી સુરત લોકસભા બેઠક પર ભાજપ અજેય
સુરતને કહેવામાં આવે છે મિનિ ઈન્ડિયા

ભાજપ વન-વે જીતી જશે! કુંભાણીની ગેમ ઓવર બાદ સુરતમાં 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More