Home> Gujarat
Advertisement
Prev
Next

કોના રાજમાં સુરતમાં કાયદો કથળ્યો? ભાજપના અગ્રણીએ ચોર સમજીને નિર્દોષ શ્રમજીવીઓને માર માર્યો

Surat News : સુરતના ચાણક્યપુરીમાં ચોર સમજી 5 નિર્દોષ શ્રમજીવીઓને મરાયો ઢોર માર... ભાજપના અગ્રણી, સરપંચ સહિત સ્થાનિક રહીશોએ માર મારતા તમામને હોસ્પિટલ ખસેડાયા.. 

કોના રાજમાં સુરતમાં કાયદો કથળ્યો? ભાજપના અગ્રણીએ ચોર સમજીને નિર્દોષ શ્રમજીવીઓને માર માર્યો

Gujarat Police ચેતન પટેલ/સુરત : હવે એવુ લાગે છે કે, ગુજરાત પોલીસ મૂકદર્શક બનીને જોઈ રહી છે, અને કાયદો અને વ્યવસ્થાને લોકોએ હાથમાં લઈ લીધો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યાં છે. જેના રોજ અસંખ્ય પુરાવા સામે આવી રહ્યાં છે. તેમાં પણ ખુદ ગૃહરાજ્ય મંત્રીનું શહેર સુરત જ બેફામ બન્યું છે. સુરતમાં કાયદાના લીરેલીરા ઉડી રહ્યાં છે. ત્યારે સુરત જિલ્લામાં ચાણક્યપુરી સોસાયટીમાં પાચ જેટલા શ્રમજીવીઓને માર મરાયો હતો. ચોર સમજીને બિચારા શ્રમિકો પર લોકો તૂટી પડ્યા હતા. માછીમારી કરી પરત આવતા હતા ત્યારે માર મરાયો હતો. જોકે, આ ઘટનામાં ખુદ ભાજપના અગ્રણી અને ગામના સરપંચના પતિ સામેલ હતા. કુલ 100 લોકોનું ટોળું શ્રમિકો પર તૂટી પડ્યું હતું. 

fallbacks

સુરત જિલ્લામાં રોજેરોજ કાયદાના લીરેલીરા ઉડી રહ્યાં છે. આવામાં એક ક્રુરતાની હદ વટાવી દે તેવી ઘટના બની હતી. સુરતમાં લોકો માનવતા નેવે મૂકી રહ્યાં છે. ચાણક્યપુરી સોસાયટીમાં પાચ જેટલાં નિર્દોષ શ્રમજીવીઓને ભાજપના એક અગ્રણી નેતા અને સરપંચના પતિ સહીત સોસાયટીના 100 જેટલા રહીસોએ ઢોરમાર માર્યો હતો. છેલ્લા ઘણા દિવસથી ગામની સોસાયટીઓમાં ચોરીની ઘટનાઓ બની રહી હતી. આવામાં મોડી રાતે બારડોલીના પાંચ જેટલાં શ્રમજીવીઓ નદીમાં માંછીમારી કરી પરત આવતા હતા, ત્યારે સોસાયટીના લોકોએ તેમને પકડી લીધા હતા, અને તેમને ચોર સમજી ઢોર માર મારવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું, વરસાદના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો

ભાજપના અગ્રણી અને તેન ગામના સરપંચના પતિ દેવું ચૌધરી સહિત સોથી વધુના ટોળાએ નિર્દોષ શ્રમિકોને ઢોરમાર માર્યો હતો. શ્રમિકોને પાઇપ અને લાકડીથી મરમારતા લોકોના ટોળા કેમેરામાં કેદ થયા હતા. સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીના પાછળના ભાગે શંકાસ્પદ હાલતમાં ઈસમો જોવા મળતા લોકોના ટોળાઓ એકત્ર થયા હતા. ભેગા થયેલા ટોળાઓએ પકડાયેલા ઇસમોને ઢોર મારમાર માર્યો હતો. 

રાજકોટના 35 વકીલ બન્યા સાયબર ફ્રોડનો શિકાર, બધાના ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા

 

 

જોકે, શુ આવી રીતે ટોળા ને કાયદો હાથમાં લેવાની છૂટ છે તેવો સવાલ પેદા થાય છે. બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મરમારતા ટોળામાંથી પાચ લોકોને બચાવી હોસ્પિટલ ખાસેડાયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં પાંચ લોકોને હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા, જ્યાં એક શ્રમિકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તોના નિવેદનો લઇ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે. 

જામનગરમાં તુ તુ મૈં મૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી, મેયરનો પરિવાર પહોંચ્યો ફરિયાદ કરવા

કેટલાકે જણાવ્યું કે, શ્રમિકો પર ભાજપ અગ્રણી દેવું ચૌધરીએ માર મારવાનું શરૂ કરતા બાકીના સોસાયટીના રહીશો શ્રમજીવીઓ પર તૂટી પડ્યા હતા. ત્યારે શુ બારડોલી પોલીસ ભાજપ અગ્રણી દેવું ચૌધરી સહીતના ટોળા ઉપર ગુનો નોંધશે કે પછી રાજક્રિય પીઠબળ હેઠળ તમામને બચાવી લેવાશે તે સવાલ ઉઠ્યો છે. પોલીસની ઢીલી નીતિથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. 

100 વર્ષના ઈતિહાસનો પહેલો સૂકો ઓગસ્ટ મહિનો, ગુજરાત જ નહિ અડધું ભારત કોરું રહ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More