Home> Gujarat
Advertisement
Prev
Next

બુટલેગરોને નથી રહ્યો સુરત પોલીસનો ડર, નાઈટ કરફ્યૂમાં યોજ્યો લગ્નનો જમણવાર

બુટલેગરોને નથી રહ્યો સુરત પોલીસનો ડર, નાઈટ કરફ્યૂમાં યોજ્યો લગ્નનો જમણવાર
  • આ લગ્ન સમારોહ યોજનાર બીજુ કોઈ નહિ, પણ એક લિસ્ટેડ બુટલેગર નીકળ્યો
  • સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં જે રીતે સતત ક્રાઈમ વધી રહ્યું છે, તે જોતા સુરત પોલીસના હાથમાં સત્તા ગઈ હોય તે રીતે ગુનેગારો બેફામ રીતે વર્તી રહ્યાં છે. ખુદ પોલીસ કર્મચારીઓ જ કાયદાનું ઉલ્લંધન કરી રહ્યાં છે. આવામાં સામાન્ય નાગરિકોનું શું કહેવું. હવે એક બુટલેગરે મોડી રાત્રે સુધી લગ્નનો જમણવાર યોજ્યાની ઘટના સામે આવી છે. મોડી રાત સુધી જમણવાર ચાલ્યો હતો. સુરતમાં ખુલ્લેઆમ નાઈટ કરફ્યૂના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની પાંડેસરા પોલીસને રાત્રે માહિતી મળી હતી કે, ડુંડી ગામમાં લગ્ન યોજાઈ રહ્યાં છે. પોલીસે ઘટના સ્થળ પર જઈને જોયું તો ત્યાં લગ્નનો જમણવાર ચાલી રહ્યો હતો. મોટાપાયે લોકો એકઠા થયા હતા. લગ્નના સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહનો વીડિયો પણ સામે આવ્યો છે. 

આ પણ વાંચો : આજથી ગુજરાતમાં રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત 

આ લગ્ન સમારોહ યોજનાર બીજુ કોઈ નહિ, પણ એક લિસ્ટેડ બુટલેગર હતો. પોલીસના નાક નીચે આ બુટલેગરે લગ્નનું આયોજન કર્યું હતું. પાંડેસરા પોલીસે આ સમારોહ યોજવા બદલ 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. હવે બુટલેગરોમાં પણ સુરત પોલીસનો ડર નથી રહ્યો તેવુ લાગી રહ્યું છે. સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.

આ પણ વાંચો : કોરોનાની સાથે બાળકોમાં MIS-C બીમારીનું સંકટ વધ્યું, 3 મહિનામાં સુરતમાં 200 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, પોતાના ટ્રાન્સફરની પાર્ટી યોજનાર સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ એ.પી શેલૈયાને સસ્પેન્ડ કરાયા હતા. પોતાની બદલીને લઈ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમણે ભવ્ય કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તેને સસ્પેન્ડ કરાયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More