Surat News સુરત : વિધિના વિધાન તો જુઓ. જે ઘરમાં લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં હવે મરસિયા ગાવાનો સમય આવ્યો. જ્યાં લીલા તોરણ બાંધીના જાનના આવવાની રાહ જોવાઈ રહી હતી, ત્યાં હવે માતમ છવાયો છે. સુરતની એક દીકરીનું તેના લગ્નના બે દિવસ પહેલા જ મોત નિપજ્યું છે. રોગચાળાને કારણે યુવતીનું મોત થતા એકસાથે બે પરિવારોમાં માતમ છવાયો છે.
લગ્નના બે દિવસ પહેલા યુવતીનું મોત
સુરતમાં લગ્નના બે દિવસ પહેલા જ કન્યાનું મોત નિપજ્યું છે. કાજલ રાઠોડ નામની યુવતીનું ઝાડા ઉલટી બાદ મોત થતા પરિવાર શોકમગ્ન બન્યો છે. કાજલ રાઠોડના પરિવારમાં લગ્નના ગીતનો આનંદ માતમમાં ફેરવાયો છે. શનિવારે આહીર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કાજલ લગ્નગ્રંથિથી જોડાવાની હતી. પરંતુ અચાનક તેની તબિયત લથડતા તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સમાચારથી કન્યા અને વર પક્ષે માતમ છવાયો છે.
આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહી
સુરતમાં મહામારી જેવી સ્થિતિ
ગુજરાતના સુરત શહેરમાં મહામારી જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં તાવ અને ડેન્ગ્યુથી બાળક સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે. પાંડેસરાની રીતુ શર્મા અને પ્રિયાસુનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. તો અમરોલીના સુલેહ ઈંદ્રિસ અને અજય સોલકીનું તાવમાં મોત નિપજ્યું છે. આ કારણે સુરતનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે. 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવીને 400 ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યાં જરૂર પડે તો મેડીકલ ટીમ મોકલવામાં આવશે.
લગ્નમાં રમતા જુગારીઓ પકડાયા
સુરતમાં રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે. વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે. વરરાજાના આવતીકાલે લગ્ન હતા. પરંતું તે રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં જુગાર રમતો હતો. પોલીસે રેડ એક સાથે 13 લોકોની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે બે લાખથી વધુન મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.
દરેક ગુજરાતીને લાગુ પડતો સરકારનો નિર્ણય : દવા માટે ખાનગી હોસ્પિટલની મનમાની નહિ ચાલે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે