Surat BRTS Video : સુરત હવે ક્રાઈમ સિટીના રસ્તે નીકળી ગયુ છે. ડાયમંડ નગરી, ટેક્સટાઈલ નગરની ઓળખ હવે ક્રાઈમ સિટીની બની ગઈ છે. સુરતમાં હવે ગુનાખોરીનો રસ્તો સરળ બની ગયો છે. ગુનો આચરવો એ સહજ વાત બની ગઈ છે. ત્યારે સુરતમાં જોખમી રીલ્સ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરતમાં BRTS બસમાં મહિલા મુસાફરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મારામારી એટલી હદે વધી ગઈ, કે મહિલા મુસાફરો ગાળગાળી કરતા પણ અચકાઈ ન હતી.
હાલ જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ દેખાય છે કે, બીઆરટીએસ બસમાં મહિલાઓ એકબીજા સાથે મારામારી કરી રહી છે. તો એકબીજાના વાળ પણ ખેંચ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓ એકબીજા સામે ગાળો બોલતા પણ અચકાતી નથી. તો અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિ.માં રૂપાણીના ખેલ : લાયકાત વગર ભોગવ્યા અનેક પદ, કાકાના નામે ચરી ખાધું
સુરતની BRTS બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી, તેવામાં આ મહિલાઓ છુટ્ટા હાથની મારામારી કરી હતી. મહિલાઓનું બે ગ્રૂપ ચાલુ બસમાં જ બાખડ્યુ હતુ. ત્યારે કોઈ મુસાફરે આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.
સુરતમાં BRTS બસમાં મહિલા મુસાફરો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી; વીડિયો વાયરલ #Surat #Gujarat #ViralVideo pic.twitter.com/mfhBiBnf6q
— Zee 24 Kalak (@Zee24Kalak) August 8, 2023
ઝઘડાનું કારણ શું હતું
આ ઘટના વિશે જાણવા મળ્યું કે, બીઆરટીએસ બસની અંદર ચડતી વખતે જગ્યા બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉગ્ર ઝઘડો થતાં મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને મહિલાનાં જૂથ બસમાં ચડ્યાં પછી આમને સામને થઈ ગયાં હતાં. બંને જૂથની મહિલાઓ બસની અંદર અપશબ્દો બોલવા લાગી હતી. એકબીજાના વાળ ખેંચીને મારામારી કરવા લાગી હતી. જો કે, બસમાં સવાર અન્ય મુસાફરોએ મહિલાઓને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાત યુનિવર્સીટી બન્યું મળતીયાઓને સેટ કરવા અને પરિવારવાદનું ગઢ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે