Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી એકવાર સુરતના સિટી બસ ચાલકે યુવાનનો ભોગ લીધો

 સુરતમાં ફરી એક વાર સિટી બસ ચાલક બેકાબુ બનતા એક યુવાનનો ભોગ લેવાયો હતો. અકસ્માતની ઘટના બનતાની સાથે જ રોષે ભરાયેલા ટોળાંએ બસ પર પથ્થરમારો કરતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, લોકોના રોષનો ભોગ ન બને તે માટે અકસ્માત કરીને બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

ફરી એકવાર સુરતના સિટી બસ ચાલકે યુવાનનો ભોગ લીધો

ચેતન પટેલ/સુરત : સુરતમાં ફરી એક વાર સિટી બસ ચાલક બેકાબુ બનતા એક યુવાનનો ભોગ લેવાયો હતો. અકસ્માતની ઘટના બનતાની સાથે જ રોષે ભરાયેલા ટોળાંએ બસ પર પથ્થરમારો કરતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, લોકોના રોષનો ભોગ ન બને તે માટે અકસ્માત કરીને બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

fallbacks

સુરતના અમરોલી ઓવર બ્રિજ પર મોડી રાત્રે એક યુવાન પોતાની મોપેડ પર જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહેલી સિટી બસ ચાલકે યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાન જમીન પર પટકાતા જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના બનતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પત્થરમારો કર્યો હતો. લોકોનો રોષ જોતા બસ ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે મૃતકના પરિવારજનોએ ડ્રાઈવરને ઝડપી પાડવાની માંગ સાથે મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં પોલીસની મધ્યસ્થી અને સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. હાલ અમરોલી પોલીસે સીટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More