Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: ઈંધણના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાગાડી ફેરવી સૂત્રોચ્ચાર કર્યા

દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થતાં કોંગ્રેસ રાજ્યભરમાં આક્રમક બની છે. આજે રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. સુરત ખાતે પણ અઠવાલાઇન્સ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડાગાડી લઈને પહોંચ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવનાર આશરે 30થી વધુ કોંગ્રેસીઓની પોલીસે અટકાયત પણ કરી હતી.

સુરત: ઈંધણના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાગાડી ફેરવી સૂત્રોચ્ચાર કર્યા

ચેતન પટેલ, સુરત: દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થતાં કોંગ્રેસ રાજ્યભરમાં આક્રમક બની છે. આજે રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. સુરત ખાતે પણ અઠવાલાઇન્સ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડાગાડી લઈને પહોંચ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવનાર આશરે 30થી વધુ કોંગ્રેસીઓની પોલીસે અટકાયત પણ કરી હતી.

fallbacks

fallbacks

આજે સુરત કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઘોડાગાડી લઈ કલેકટરને આવેદન પત્ર આપવા અઠવાલાઇન્સ વિસ્તારમાં પહોંચ્યા હતાં. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં વિરોધ નોંધાવવા આવેલા કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ભારે વિરોધ જોતા સુરત ઉમરા પોલીસે આશરે 30 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

fallbacks

પેટ્રોલ ડીઝલના ભાવોમાં છેલ્લાં 23 દિવસથી સતત ભાવવધારો થઈ રહ્યો છે. પ્રજા માટે મોંઘવારીનો માર અસહ્ય બની રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવના વિરોધમાં આજે કોંગ્રેસે રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો ઘોડાગાડી લઈને કલેકટર કચેરી પહોંચે તે પહેલા પોલીસે તેમને અટકાવ્યા હતા. આ સાથે પોલીસ અને કાર્યકરો વરચે ખેંચતાણ પણ જોવા મળી હતી. પોલીસે 30 કાર્યકરો ની અટકાયત કરી તેમને હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More