Surat News : ઉત્તર પ્રદેશી જેમ દુકાનોની આગળ મૂળ માલિકોનું નામ લખવાનો અવાજ સુરતમાંથી પણ ઊઠ્યો છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન હોવાથી મીઠાઈની દુકાનો અને હોટલ સહિતની દુકાનો પર ખરીદી વધી જાય છે. ત્યારે લોકો હોટલ-રેસ્ટોરન્ટના નામથી ગુમરાહ ન થાય તે માટે ખાણીપીણીના લારી, હોટલ અને રેસ્ટોરન્ટ પર મૂળ માલિકનું નામ ફરજિયાત લખવામાં આવે તે માટેની રજૂઆત કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી.
મનપાની સામાન્ય સભાની મિટિંગમાં વોર્ડ નંબર -૧૯ આંજણા- ડુંભાલના કોર્પોરેટર વિજય ચોમાલે ઝીરો અવર્સ દરમિયાન તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં નવરાત્રિ, દશેરા, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે મીઠાઈઓનું વેચાણ વધી જશે. તે સિવાય આ દરમિયાન સુરતીલાલાઓ હરવા-ફરવાની સાથે પરિવારની સાથે હોટલ, રેસ્ટોરન્ટ વગેરેમાં જમવાનું વધારે પસંદ કરે છે. મોટી સંખ્યામાં લોકોનો ઉપવાસ પણ હોય છે. ત્યારે તેમની આસ્થા સાથે રમત થવી ન જોઈ એ. શહેરની તમામ ખાણીપીણીની લારીઓ, હોટલ, રેસ્ટોરન્ટના નામથી લોકો ગુમરાહ ન થાય તે માટે દુકાનની આગળ મૂળ માલિકનું નામ લખવામાં આવે તે માટેની રજૂઆત કરી હતી. તેની સાથ હોટલનું નામ અને અને માલિકનું નામ તપાસવા માટે કમિટી બનાવવાની માંગ કરી હતી.
ચોમાલે વધુમાં કહ્યું હતું કે હોટલ માલિકની સાચી ઓળખાણ જાણી શકાય તે રીતે બોર્ડ પર નામ લખાવવું જોઈએ. વધુમાં તેમણે ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશનો દાખલો પણ આપતા આ મુદ્દે મેયરની અધ્યક્ષતામાં એ. કમિટી બનાવવાની રજૂઆત કરી હતી. તેમજ જો કોઈ કસૂરવાર જણાય તો તેની સામે કાર્યવાહી કરવા માટે પણ આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે યુપી સરકાર દ્વારા હાલમાં જ કાવડયાત્રા દરમિયાન કાવડયાત્રાના રસ્તામાં આવતી લારી, ગલ્લા, રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીના સ્થાનો પર મૂળ માલિકોનું નામ લખવાનું ફરમાવાયું હતું. તે રીતે જ હવે સુરતમાં પણ કોર્પોરેટરે નામ બાબતે અવાજ ઉઠાવતા સભા સ્તબ્ધ થઇ ગઈ હતી.
નવરાત્રિ પહેલા માતાના મઢમાં ચમત્કાર! આશાપુરા માતાની મૂર્તિના મુખારવિંદમાં થયો ફેરફાર, અલૌકિક ઘટના
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે