ચેતન પટેલ/સુરત :સુરત શહેર (surat crime) ના એ.ટી.એમ.માંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એટી.એમ.માંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતર રાજ્ય ગેંગના એકને બિહારના ગયાથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે પાંડેસરા, લિંબાયત, ઉધના, પુણા, ડીંડોલી, પોલીસ સ્ટેશનના 10 કેસ ઉકેલી કાઢવામાં સફળ થયા છે. મહત્વની વાત એ છે કે, આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી એક્સીસ બેંકના એ.ટી.એમ. (ATM) ટાર્ગેટ કરતા હતા.
આ પણ વાંચો : લોકોની કમર ભાંગી નાંખશે Petrol-Diesel નો આજનો ભાવ વધારો
સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા એક્સિસ બેંક (Axis bank) ના એટીએમ મશીનને નિશાન બનાવી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ વડે જુદા જુદા ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાની ઘટનાઓને લઈ ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ડીંડોલી પોલીસને બાતમી મળી હતી કે એટીએમ ક્લોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડથી રૂપિયા ઉપડનાર ગેંગનો સૂત્રધાર સંજીવકુમાર પાસિંગ ભૂમિહાર પોતાના વતન બિહારમાં હોવાની પાક્કી બાતમી મળી હતી. જે બાતમી મળતા પોલીસની એક ટીમ બિહાર રવાના થઈ હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વર્કઆઉટ કરી આરોપી સંજીવકુમાર પાસીંગ ભુમીહારને પકડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વાત બહાર આવી હતી. જે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવતા હતા. એક્સિસ બેંકના એ.ટી.એમ. ટાર્ગેટ કરતા હતા.
આ પણ વાંચો : આ દિવસે ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
કેવી રીતે એટીએમને ટાર્ગેટ બનાવતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે