Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત જ્વેલર્સ લૂંટમાં મોટો ઘડાકો, આરોપી કિશોરોએ માલિકના લમણે બંદુક મૂકીને ફાયરિંગ કર્યુ હતું

સુરતના પાંડેસરા વરદાન જ્વેલર્સમાં થયેલી લૂંટ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. લૂંટના પ્રયાસ દરમિયાન લૂંટારું દ્વારા એક રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે આ ઘટનામાં મીડિયાથી આ વાત છુપાવી હતી. પોલીસે આ ઘટનામાં બાળ કિશોર સહિત બેની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ બાઇકના માલિક સુધી પહોંચી હતી. 

સુરત જ્વેલર્સ લૂંટમાં મોટો ઘડાકો, આરોપી કિશોરોએ માલિકના લમણે બંદુક મૂકીને ફાયરિંગ કર્યુ હતું

ચેતન પટેલ/સુરત :સુરતના પાંડેસરા વરદાન જ્વેલર્સમાં થયેલી લૂંટ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. લૂંટના પ્રયાસ દરમિયાન લૂંટારું દ્વારા એક રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે આ ઘટનામાં મીડિયાથી આ વાત છુપાવી હતી. પોલીસે આ ઘટનામાં બાળ કિશોર સહિત બેની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ બાઇકના માલિક સુધી પહોંચી હતી. 

fallbacks

સુરતના ભેસ્તાનના શ્રીજી કોમ્પ્લેક્ષમાં આવેલા વરદાન જ્વેલર્સમાં બુકાનીધારી બે લૂંટારૂ ત્રાટકયા હતા. બે પૈકી એક લૂંટારુંએ દુકાનદાર નીરજ મનોહર બાફનાને લમણે રિવોલ્વર મુકી હતી. લૂંટારુએ માલિકને ધમકી આપી હતી કે, ‘હિલના મત વરના ફોડ દુંગા.’ એમ કહી તેણે આખો શો રૂમ બાનમાં લીધો હતો. જ્યારે બીજા લૂંટારૂએ બેગમાં બગસરાના દાગીના ભરી રહ્યો હતો. પરંતુ લમણે રિવોલ્વર મુકનાર લૂંટારૂ કાઉન્ટર પર ચઢી સોનાના દાગીનાની ટ્રે લેવા ગયો, ત્યારે નીરજે હિંમ્મત દાખવી લૂંટારૂઓનો પ્રતિકાર કર્યો હતો. તે દરમિયાન લૂંટારૂઓએ એક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યુ હતું. જો કે હિંમ્મત પૂર્વક નીરેજ બાથ ભીડતા લૂંટારુંઓ ભાગી ગયા હતા અને લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. 

આ પણ વાંચો : દિપક નાઇટ્રેટમાં આગ; ફાયર વિભાગે વીજ પુરવઠો બંધ કરી ટોર્ચથી પાર પાડ્યુ ઓપરેશન

આ ઘટનામાં પોલીસે ઉન પાટીયા વિસ્તારમાં રહેતા તરૂણ અને અહેમદ રઝા મોહમદ સહિન અંસારી અન્સારીને ડિટેઇન કર્યા છે. જયારે તેમના સાથીદારની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસથી ભાગતા ફરતો લૂંટારૂ પણ તરૂણ છે અને તેની પાસે રિવોલ્વર હતી અને તેમણે રેકી કરી લૂંટના પ્લાન બનાવ્યો હતો. જયારે અહેમદ અંસારીએ લૂંટ કરવા જવા માટે બાઇક આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળેથી પોલીસે લૂંટારૂઓની રિવોલ્વર કબ્જે લીધી હતી. ડિટેઇન કરવામાં આવેલા લૂંટારૂ તરૂણે કબૂલાત કરી હતી કે તેઓ ત્રણ રાઉન્ડ લોડ કરીને આવ્યા હતા જે પૈકી એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. આ સમગ્ર ઘટનામાં ચિંતાની વાત એ છે કે, ક્રાઈમ સિટી સુરતમાં હવે કિશોરો પણ ગુનાઓમાં સંડોવાઈ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More