તેજશ મોદી/સુરત: સુરતના ખટોદરા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર આઠ પોલીસકર્મીઓ પૈકી એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતાં. જેથી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી તપાસ ટીમે શરુ કરી છે, મહત્વનું છે કે, ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખટોદરા પોલીસના આરોપી કર્મચારી એવા તત્કાલીન પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોધાયો હતો.
આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા પોલીસ કમિશ્નર સતીષ શર્માએ કહ્યું હતું કે, ખટોદરા પોલીસ મથકમાં ગત 29 મેના રોજ ઘરફોડ ચોરીના કેસમાં ઓમપ્રકાશ પાન્ડે, જયપ્રકાશ અને રામગોપાલને ખટોદરા પીઆઈ એમ.પી.ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત અન્ય સાત પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં ઊંચકી લાવ્યા હતા. ત્યારબાદ ચોરીના ગુનાની કબુલાત કરાવવા ત્રણેય આરોપીઓને ઢોર માર માર્યો હતો.
જે પૈકી ઓમપ્રકાશ પાંડેનું પોલીસના મારથી કસ્ટડી દરમિયાન મોત નિપજતા સુરત પોલીસ કમિશનરે ખટોદરા પોલીસના આરોપી પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત સાત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પૈકી પીએસઆઈ ચિરાગ ચૌધરી અને કોન્સ્ટેબલ હરેશ આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે.
તપાસ અધિકારીઓએ તેમની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. આ કિસ્સામાં ફરાર બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. તેમાં પણ પોલીસ કમિશ્નરે કહ્યું હતું. આ સાથે જ પોલીસ કસ્ટડીમાંથી પોલીસકર્મીઓના ભાગી જવાના કેસમાં પણ જો કોઈ પોલીસકર્મીઓની મદદ જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલી કમિશ્નરે જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે