Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતનો દેવાંશ શાહ કંપની સેક્રેટરીની પરીક્ષામાં ભારતમાં બીજા નંબરે આવ્યો

સુરતનો દેવાંશ શાહ કંપની સેક્રેટરીની પરીક્ષામાં ભારતમાં બીજા નંબરે આવ્યો

સુરતઃ સુરત શહેરનો દેવાંશ શાહ કંપની સેક્રેટરીની પરીક્ષામાં ભારતભરમાં બીજા નંબરે આવ્યો છે. શનિવારે જાહેર કરાયેલા સીએસનાં પરિણામ બાદ દેવાંશનાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. 

fallbacks

સુરતનો દેવાંશ શાહ છેલ્લા કેટલાક સમયથી સીએની તૈયારી કરી રહ્યો હતો. તેણે સીએની પણ પરીક્ષા આપી હતી. સીએની પરીક્ષાના 14 દિવસ બાદ જ સીએસની પરીક્ષાની તારીખ હતી. 

દેવાંશે પોતાની પુરતી તૈયારી સાથે સીએસની પરીક્ષા પણ આપી હતી. જેમાં શનિવારે જાહેર કરાયેલા પરિણામમાં દેવાંશ દેશભરમાં બીજા નંબરે આવ્યો હતો. આ પરિણામ જાણ્યા બાદ દેવાંશની ખુશીનો પાર રહ્યો ન હતો. તેણે જણાવ્યું કે, તેણે પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી, પરંતુ દેશમાં બીજા નંબરે આવશે તેની કલ્પના પણ ન હતી. 

દીકરો દેશમાં બીજા નંબરે આવતાં દેવાંશના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More