Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહી જશો

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હીરામાં ચમક્યા. સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ અનોખો ડાયમંડ બનાવ્યો. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નો લેબગ્રોન ડાયમંડમાં પ્રતિ કૃતિ બનાવવામાં આવી. 

સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહી જશો

ચેતન પટેલ, સુરત: ડોનાલ્ડ ટ્રમ્પ આજે અધિકૃત રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. તેઓ બીજીવાર રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. તેમની સાથે જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. અમેરિકાના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવશે. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ ગ્રાન્ડ સ્તરે થવા જઈ રહ્યો છે. ત્યારે નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે સુરતની એક કંપનીએ અનોખો ડાયમંડ બનાવ્યો છે. 

fallbacks

ટ્રમ્પ માટે અનોખો ડાઈમંડ
સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક અનોખો ડાયમંડ  બનાવ્યો છે. હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હીરામાં ચમક્યા છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લેબગ્રોન ડાયમંડમાં પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આજે 20  જાન્યુઆરીએ અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ છે. આ ડાયમંડમાં ટ્રમ્પની પ્રતિકૃતિ એવી બનાવવામાં આવી કે આપ જોતા રહી જશો. એકદમ બારીકાઈથી આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 

આ લેબ ગ્રોન ડાયમંડ 4.5 કેરેટનો હીરો છે. આ ડાયમંડ 4 રત્નકલાકારોએ બનાવ્યો છે. અત્રે જણાવવાનું કે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીન લેબ દ્વારા તૈયાર થયેલી ડાયમંડ રિંગ જો બાયડનના પત્નીને ભેટ આપવામાં આવી હતી. આ ડાયમંડ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગિફ્ટમાં આપવામાં આવશે. 

fallbacks

ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં દુનિયાભરની નામાંકિત વ્યક્તિઓ સામેલ થશે. જેમાં ભારત તરફથી વિદેશમંત્રી એસ. જયશંકરથી લઈને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ સામેલ થશે. આ ઉપરાંત ચીન તરફથી ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ ભાગ લેશે. ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શુક્રવારે થયેલી વાતચીત બાદ શપથ ગ્રહણ સમારોહમાં હાનના સામેલ થવાના સમાચાર સામે આવ્યા.

આ ઉપરાંત ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ, હંગરીના પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બાન, પોલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી માટેઉઝ મોરાવિક અને બ્રિટનના દક્ષિણપંથી પાર્ટી રિફોર્મ પાર્ટીના નેતા નાઈઝલ ફરાઝ સામેલ થશે. આ ઉપરાંત અમેરિકાના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ પણ સામેલ થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More