Home> Gujarat
Advertisement
Prev
Next

પનીર કહીને જે વેચાતું હતું તેમાં પનીર જેવું કશુ જ ન હતું, ઉપરથી એ નાંખ્યું હતું જેનાથી હાર્ટ એટેક આવે

Fake Paneer : સુરતથી મળી આવેલા નકલી પનીરમાં પનીર જેવું કંઈ જ નહીં, ઉપરથી તેમાં ભળતું ફેટ, સ્ટાર્ચ-પામ ઓઈલ મળ્યાં, જે લોકોમાં હાર્ટએટેકનું જોખમ વધારે છે 
 

પનીર કહીને જે વેચાતું હતું તેમાં પનીર જેવું કશુ જ ન હતું, ઉપરથી એ નાંખ્યું હતું જેનાથી હાર્ટ એટેક આવે

Surat News સુરત : સુરત શહેરમાં શંકાસ્પદ પનીર મળવાનો મામલામાં મોટો ખુલાસો થયો છે. આરોગ્ય વિભાગે રેડ પાડીને પકડેલા પનીરમાં પનીર જેવું કંઈ જ ન હતું. ઉપરથી તેમાં ભળતું ફેટ, સ્ટાર્ચ-પામ ઓઈલ મળી આવ્યા છે. જે માણસોમાં હાર્ટએટેકનું જોખમ વધારે છે. પાલિકાની લેબોરેટરીમાં તપાસ કરાયેલા પનીરના નમૂનામાં ચોંકાવનારા તારણો આવ્યા છે. હાલ આ પનીર ક્યાં ક્યાં સપ્લાય કરાયું તે તપાસનો વિષય છે. 

fallbacks

તાજેતરમાં પાંડેસરામાંથી આઇશર ટેમ્પોમાં જતો 240 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાલિકાની લેબમાં આ સેમ્પલોનું પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યુ હતું. જેમાં તપાસ બાદ પનીર જેવું કશું જ ન હોવાનો ખુલાસો થયો છે. પાલિકની લેબોરેટરીએ 48 કલાકમાં જ રિપોર્ટ સોંપ્યો છે. 

ગુજરાતમાં ગાભા કાઢી નાંખે તેવી ગરમીની આગાહી : આ જિલ્લાઓમાં સીવિયર હીટવેવની આગાહી

પાલિકાના અધિકારીએ જણાવ્યું કે, પનીરમાં જે ફેટ મળી આવ્યું છે તે પણ ભળતું છે. તેમાં સ્ટાર્ચ અને પામ ઓઈલ પણ મળી આવ્યા છે. વળી આ પનીરમાંથી વાસ આવતી હતી. ફૂડ સ્ટાન્ડર્ડ પ્રમાણે પનીર સોલિડ હોવું જોઈએ. પરંતું આ પનીરનું ટેક્સચર અજીબ હતું. પાલિકાએ પકડેલા નકલી ઘીના નમૂના વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 

નકલી પનીર, નકલી ઘી ખાવાથી શું થાય છે
હાલ માર્કેટમાં નકલીનો વેપાર ચાલી રહ્યો છે. નકલી હળદર, નકલી મરચું, નકલી ઘી, નકલી પનીર અને ઘણું બધું નકલી મળી રહ્યું છે. ખાદ્ય પદાર્થોમાં મોટાપાયે બનાવટ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને ફૂડ સ્ટોલ, લારી પર આ પ્રકારનો ખોરાક વેચાય છે. સસ્તી પંજાબી વાનગીઓમાં નકલી પનીરનો ઉપયોગ થઈ રહ્યો છે. નકલી પનીર, ઘી વાળા વસ્તુ ખાવાથી પેટના રોગ, લિવર પર અસર થાય છે. પામ, વેજિટેબલ ઓઈલ, સિન્ટેથિક કલર, સાઈટ્રિક એસિડ સહિતના ઉતરતી કક્ષાના તત્વો શરીરમાં મેદસ્વીતાનું પ્રમાણ વધારે છે. કોલેસ્ટ્રોલ ઝડપી વધતા હદયની નળી બ્લોક કરે છે. જેને કારણે હાર્ટ એટેકનુ જોખમ વધે છે. આ ઉપરાંત લિવર પર પણ અસર કરે છે. 

કેનેડા, અમેરિકા છોડો ડોલર કમાવવા આ છે બેસ્ટ 5 દેશ, અડધા ખર્ચમાં પહોંચી જશો

ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝામાં કર્યો મોટો ચેન્જ, ભારતીયોને ઓસ્ટ્રેલિયા જવામાં તકલીફ પ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author
Read More