Home> Gujarat
Advertisement
Prev
Next

ડાયમંડ બુર્સના શ્રીગણેશ : મુંબઈના વેપારી સુરત શિફ્ટ થયા, આજથી વેપારનો કર્યો પ્રારંભ

Diamond Burse : આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના કરાયા શ્રીગણેશ... 135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થયા.. 17મી ડિસેમ્બરે PM  ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે

ડાયમંડ બુર્સના શ્રીગણેશ : મુંબઈના વેપારી સુરત શિફ્ટ થયા, આજથી વેપારનો કર્યો પ્રારંભ

Surat News ચેતન પટેલ/સુરત: આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ થશયા છે. 135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફ્ટ થયા છે. ૨૦મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે. 

fallbacks

ડાયમંડ નગરી સુરતમાં વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ નિર્માણ પામ્યા બાદ ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યું છે. આજથી અનેક ઓફિસમાં વેપાર ધંધાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. મુંબઈના અનેક વેપારીઓ સુરત શિફ્ટ થઈ તેમના વેપાર ધંધા હવે ડાયમંડ બુર્સમાંથી શરૂ કર્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 ડિસેમ્બરે ડાયમંડ બુર્સને વિધિવત ખુલ્લું મૂકશે.

ભારત ટોસ હારતા જ મેચ પણ હારશે... કહેતા જ સાસરિયાઓ વહુ સાથે ઝઘડી પડ્યા

કિરણ જેમ્સના ડાયરેક્ટર દિનેશ લાકાણીએ જણાવ્યું કે, ડાયમંડ સિટી સુરતને વધુ એક નવી ઓળખ આપનાર સુરત ડાયમંડ બુર્સ હવે ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યું છે. સુરતમાં ડાયમંડ બુર્સની આજથી શરૂઆત થઈ છે. ડાયમંડ બુર્સમાં એકીસાથે 135 જેટલી ઓફિસમાં આજથી કામકાજ શરૂ થશે. 135 માંથી 25 વેપારીઓ મુંબઈ માંથી પોતાની ઓફિસ કાયમી બંધ કરી ડાયમંડ બુર્સમાં શિફ્ટ કરી કામકાજ શરૂ કર્યું છે. દશેરાના દિવસે 983 જેટલી ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ છેલ્લા 20 દિવસથી રોજ 25 જેટલી ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે તો અનેક ઓફિસમાં ફર્નિચર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેપારીઓ આશા સેવી રહ્યા છે કે આગામી છ મહિનામાં ડાયમંડ બુર્સના તમામ ઓફિસો કાર્યરત થઇ જશે. આજે ડાયમંડ બુર્સના ડાયમન્ડની સૌથી મોટી કિરણ જેમ્સની ઓફિસને વિધિવત શરૂ કરવામાં આવી હતી.

 

 

સુરતમાં વસતા સૌથી વધુ લોકો હીરાના વેપાર સાથે જોડાયેલા છે. લાખો લોકો હીરાના કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. બીજી તરફ મોટા ભાગના હીરાના વેપારીઓની ઓફિસ મુંબઈ આવેલી છે. જોકે સુરતમાં હવે ડાયમંડ બુર્સ બનતા મુંબઈના વેપારીઓ પણ હવે સુરત આવી રહ્યા છે. મુંબઇમાં કાર્યરત મોટાભાગની ઓફિસો સુરત ડાયમંડ બુર્સ માં શિફ્ટ થઈ રહી છે અને વેપારીઓ કાયમી માટે પોતાની ઓફિસ મુંબઈ બંધ કરી સુરત શિફ્ટ થઈ રહ્યા છે. મુંબઇમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા આજે સિક્યુરિટી નાં અભાવે લોકો સુરત વધુ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ મુંબઈમાં હીરાના વેપારીઓ મોટાભાગે ગુજરાતી છે જેથી તેવો હવે સુરતને જ પોતાનું હેડ ક્વાર્ટર બનાવી વેપારી ધંધો કરવા ઈચ્છી રહ્યા છે.

સુરતમાં નિર્માણ પામેલું ડાયમંડ બુર્સનું આગામી 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. 5 ડિસેમ્બર 2017 ના દિવસે ડાયમંડ બુર્સ નું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. 15 માળના નવ બિલ્ડિંગમાં કામકાજ પૂર્ણ થતા 1800 દિવસનો સમય લાગ્યો. ડાયમંડ બુર્સમાં નાની મોટી 4200 ઓફિસો આવેલી છે. હવે સામાન્ય દિવસોમાં મુંબઈમાં હીરાનો વેપાર થતો હતો તે રીતે હવે સુરતમાં થવા લાગશે. ડાયમંડ બુર્સમાં બેન્ક સહિત દરેક પ્રકારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.

બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર, જાળમાં આવે તો માછીમાર બને છે લખપતિ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More