Surat News : સુરતમાં ફરી બની સામૂહિક આપઘાતની ઘટના બની છે. પિતાએ પોતાના 2 પુત્રો સાથે આપઘાત કરીને મોત વ્હાલુ કર્યું. પિતાએ 3 અને 8 વર્ષના સંતાનો સાથે આપઘાત કર્યો. જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. કયા કારણોસર પિતાએ આ પગલુ ભર્યું તે હજી સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉં.વ. 41) ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ સાબરકાંઠાના વતની છે. આજે અલ્પેશભાઈએ મોટા પુત્ર ક્રીશીવ (ઉ.વ. 8) અને નાના પુત્ર કર્નિશ (ઉ.વ. 2) સાથે આપઘાત કરી લીધો છે. બંને બાળકો બેડ પર મૃત પડ્યા છે જ્યારે પિતાનો મૃતદેહ લટકતી હાલતમાં ઘરમાંથી મળી આવ્યો.
મૃતકોના નામ
સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકની પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. સામૂહિક આપઘાત પાછળનું કારણ અંકબંધ છે. બંને બાળકો ઘરના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા.
ગુજરાતના સાવજો પર મોટું સંકટ, ભેદી રોગના ઝપેટમાં આવ્યા, દોઢ મહિનામાં 8 ના મોત
આ અંગે મૃતક અલ્પેશભાઈની માતા મંજુલાબેને એ ઝી 24 કલાકને જણાવ્યું હતું કે, કોણ જાણે શું થયું હતું. મેં ફોન કર્યો તો તેણે ફોન ઉપાડ્યો ન હતો. બે વાર ફોન કર્યો છતાં ન ઉપાડતા વહુને ફોન કર્યો હતો, તો તે ઓફિસે હતી. વહુ ફાલ્ગુની નોકરી કરે એટલે જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં અલગ રહે છે. આ ઘરમાં દીકરો-વહુ અને બે દીકરા સાથે રહેતા હતા. દીકરો પ્રાઈવેટમાં શિક્ષકની નોકરી કરતો હતો. દીકરો છેલ્લા કેટલાક દિવસોથી ટેન્શનમાં હતો એવું લાગતું હતું. મેં દીકરાને પૂછ્યું હતું કે, શું તું ટેન્શનમાં છે, તમારા બંને વચ્ચ ઝઘડા ચાલે છે, પૈસાની તકલીફ, સ્કૂલની તકલીફ હોય તો કે મને, પણ કશું થયું નથી એવું કહેતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે