Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના મોતનું રહસ્ય : ફૂડ પોઈઝનિંગ, આત્મહત્યા કે ગેસ ગીઝર કારણ?

Surat Famiy Suspicious Death : સુરતમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે કેરીનો રસ જમીને સૂતાં બાદ ઊઠ્યાં જ નહીં, ગીઝર ચાલુ હોવાથી ગેસ ગૂંગળામણની શક્યતા, ફૂડ-પોઇઝનિંગ કે ગૂંગળામણ? ખરુ કારણ એફએસએલના રિપોર્ટમાં સામે આવશે 

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના મોતનું રહસ્ય : ફૂડ પોઈઝનિંગ, આત્મહત્યા કે ગેસ ગીઝર કારણ?

Surat News : સુરતના જહાગીરપુરા વિસ્તારમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાત્રે રસ-પૂરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા. જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ ઘટના સામુહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગૂંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઇ રહી છે. પોલીસે સાચુ કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. હાલ ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોંપો પડી ગયો છે અને મૃતદેહો હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા હતા

fallbacks

મૃતકોના નામ
1 . જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
2 . શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
3 . ગૌબેન હીરાભાઈ મેવાડા (ઉં.વ. 55)
4 . હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)

સિક્કીમમાં વાદળ ફાટતા ગુજરાતનો રાણા પરિવાર ફસાયો, બે દિવસથી કોઈ સંપર્ક નથી

ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, જશુબેન છે એ ઘરમાલિક છે. જ્યારે બીજી બે મહિલા છે એ તેમની બહેનો છે. જ્યારે પુરૂષ છે તે તેમના બનેવી છે. જશુબેનના દીકરાનું ઓપરેશન કર્યું હોવાથી ત્રણેય તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા. રાત્રે જશુબેનના દીકરાના ઘરે બધા જમ્યા હતા. જમ્યા પછી બધા જશુબેનના ઘરે ગયા હતા. ઘટનાસ્થળે વોમિટિંગ કર્યાનું જોવા મળ્યું છે. આથી ફૂડ પોઈઝનિંગ થયુ હતું કે પછી કોઈ ઝેર લીધું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું. આથી ગેસ ગીઝરથી કોઈ અસર થઈ હતી કે, નહીં તે દિશામાં તપાસ કરી રહ્યા છીએ. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જશુબેન પ્યૂનની નોકરી કરતા હતા. તેનું નિવૃત્તિનું છેલ્લું વર્ષ હતું. બાકીના લોકોને શૂઝની દુકાન છે. હાલ સુસાઈડનું લાગી રહ્યું નથી અને કોઈ મોટી ઇન્જરી પણ દેખાઈ નથી. પોસ્ટ મોર્ટમ થયા પછી જ જાણવા મળશે કે ક્યાં કારણોથી મોત થયા છે. પરિવારજનો ફૂડ પોઈઝનિંગ માની રહ્યા છે. 

ગૌબેન અને હીરાભાઈ પતિ-પત્ની હતા. હીરાભાઈ અને તેની પત્ની ગૌબેન ભાવનગરથી સુરત સાળી શાંતુબેનના ઘરે મળવા આવ્યા હતા. બાદમાં ગઈકાલે રાત્રે તેઓ શાંતુબેનના ઘરે જ રોકાય ગયા હતા. જશુબેન 504 નંબરના ફ્લેટમાં પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા હતા. રાજહંસ રેસિડેન્સીના ઈ બિલ્ડિંગના પાંચમાં માળે 504 નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો છે. અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાદલા પર પડ્યો હતો. તેની સામે જ સેટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા. જ્યારે એક મહિલાને વોમિટિંગ થયા બાદ ઊંધા પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનાથી રહસ્ય ઘેરાયું છે. કારણ કે, ઘટનામાં ચારેયે આપઘાત કર્યો છે કે ફૂડ પોઈઝનિંગથી મોત થયું છે. આ સવાલ હાલ ઉઠ્યો છે. જો કે, પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચુ કારણ જાણવા મળશે. આ પરિવાર મારા કાકા થાય છે. મારા કાકા કોરોનામાં ગુજરી ગયા હતા. મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે. ત્રણેય બહેનો છે. ગામડેથી આવ્યા છે એને હું ઓળખતો નથી. ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા. બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા. પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે. પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે.

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More