Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો, 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજૂર

સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે પોલીસે ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો, 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજૂર

ચેતન પટેલ, સુરતઃ સુરતમાં રવિવારે રાત્રે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનાર 27 ઈસમોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરત કોર્ટે 26 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. જ્યારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે 12 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં 17 મુદ્દાઓની દલીલો રજૂ કરવામાં આવી હતી. 

fallbacks

કોર્ટમાં 27 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા
સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે ગણેશ પંડાલ પર થયેલી પથ્થરમારાની ઘટનાના 27 ઈસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નદીમ નામનો યુવક હેન્ડીકેપ હોવાને કારણે તેને નોટિસ આપી જવા દેવામાં આવ્યો હતો. જ્યારે બાકી 26 ઈસમોના  બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 

કોર્ટમાં ચાલી દલીલો
કોર્ટમાં બંને પક્ષોએ આશરે અઢી કલાક દલીલો ચાલી હતી. સરકારી વકીલે કહ્યું કે આ આયોજન બદ્ધ કૃત્ય છે. પથ્થર અને લાકડા ક્યાંથી આવ્યા. કુલ 17 મુદ્દાઓ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. વકીલે કહ્યું કે નવા કાયદા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More