Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત ભૂસ્તર વિભાગનો નવતર પ્રયોગ, ખનીજ ચોરોને રંગેહાથ પકડવા સજ્જ ડ્રોન કેમેરા

ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરવામાં આવે ત્યારે ભૂમાફિયાઓને ખબર પડી જતી હોય છે અને અધિકારીઓએ વિલા મોઢે પરત ફરવું પડે છે તો કોઈ વાર અધિકારી અને ભૂમાફિયાઓના માણસો સાથે માથાકૂટ થઇ હોય છે.

સુરત ભૂસ્તર વિભાગનો નવતર પ્રયોગ, ખનીજ ચોરોને રંગેહાથ પકડવા સજ્જ ડ્રોન કેમેરા

કિરણસિંહ ગોહિલ/ સુરત: દક્ષીણ ગુજરાતમાં મોટા પાયે ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે. જયારે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરવામાં આવે ત્યારે ભૂમાફિયાઓને ખબર પડી જતી હોય છે અને અધિકારીઓએ વિલા મોઢે પરત ફરવું પડે છે તો કોઈ વાર અધિકારી અને ભૂમાફિયાઓના માણસો સાથે માથાકૂટ થઇ હોય છે. ત્યારે હવે સટીક કામગીરી માટે સુરત ભૂસ્તર વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી વિડીયો લઇ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરતા ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.

fallbacks

સુરત જીલ્લામાંથી પસાર થતી તાપી નદી સુરત અને તાપી જીલ્લામાંથી પસાર થાય છે અને આ નદીને ભૂમાફિયાઓની નજર લાગી ગઈ છે. તાપી નદીમાં બેરોકટોક ખનીજ ચોરી થઇ રહી છે. સુરત જીલ્લા કલેક્ટરના ભૂસ્તર વિભાગના હાથ પણ ભૂમાફિયા સુધી પહોંચી સકતા નથી કેમકે ભૂમાફિયાઓનું નેટવર્ક અધિકારીઓ કરતા પણ ચાર કદમ આગળ છે. જો ભૂસ્તર વિભાગની ટીમ બાતમીના આધારે સુરત ઓફિસમાંથી નીકળે એ પહેલા ભૂમાફિયાઓ ને ખબર પડી જાય છે.

fallbacks

ઘટના સ્થળ પરથી તમામ મુદામાલ ગાયબ થઇ જાય છે અને અધિકારીની રેડમાં કઈ હાથ લાગતું નથી અને જો અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જાય તો પણ ભૂમાફિયાના માણસો સાથે ધર્ષણ થાય છે અને યોગ્ય કાર્યવાહી થતી નથી. ત્યારે હવે ભૂમાફિયાઓને ખનીજ ચોરી કરતા રંગેહાથે પકડવા ભૂસ્તર વિભાગે નવો નવતર પ્રયોગ કર્યો છે. હવે માથાભારે અને ખનીજ ચોર ભૂમાફિયાઓની ખેર નથી કેમકે તાપી નદી પર પહેરો ભરે છે ડ્રોન કેમેરા...

ભૂતકાળમાં સુરત ભૂસ્તર વિભાગના બાહોશ અધિકારી કહેવાતા ડી.કે પટેલ પર પણ માંડવીના બલાલતીર્થ ગામે રેડ કરવા ગયા ત્યારે માથાભારે ભૂમાફિયાઓના માણસો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે માંડવી પોલીસની કામગીરી પણ શંકાસ્પદ રહી હતી. જોકે હાલમાં તાપીના ઘાસિયામેડા ખાતે પણ એસીબી અને ભૂસ્તરની ટીમ સાથે પણ ધર્ષણ થયું હતું. ભૂમાફિયાઓ પર યોગ્ય કાર્યવાહી થઇ નોહતી. પરંતુ હવે સુરત ભૂસ્તર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા હવે ડ્રોન કેમેરાનો કરવામાં આવ્યો છે. જેમાં ઘટના સ્થળે કેમેરામાં કેદ થશે એ મુદામાલ કબજે લેવામાં આવશે અને વાહનોના નંબરના આધારે વાહનોના માલિક સામે કાર્યવાહી કોઈ પણ વિવાદ વગર કરવામાં આવશે.

fallbacks

હાલમાં સુરત ભૂસ્તર વિભાગ દ્વારા કામરેજના માંચી ગામે તાપી નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી ખનન કરાતું હોવાની બાતમી મળતા સુરત ભૂસ્તર વિભાગ દ્વારા ડ્રોન કેમેરા થી સજ્જ થઇ રેડ કરી હતી જેમાં શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી અને હવે ડ્રોન કેમેરામાં કેદ થયેલા વાહનો,રેતી કાઢવા વપરાતી નાવડીઓ અને અન્ય સામનો ની ખરાઈ કરવામાં આવશે અને જો ગેરકાયદે પવૃત્તિ હશે તો ભૂમાફિયા વિરુધ કાર્યવાહી સાથે મુદામાલ કબજે કરવામાં આવશે જોકે સુરત ભૂસ્તર વિભાગના આ નવતર પ્રયોગ અસરકાર રહ્યો છે અને ભૂમાફિયાઓમાં ફફડાટ મચી ગયો છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More