Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકન જાનુડીને ગિફ્ટમાં આપો હાર્ટ ડાયમંડ, તરત જ કહેશે, ‘વીલ યુ મેરી મી...’

Valentine Day 2023 : અમેરિકામાં વેલેન્ટાઈન ડે પર સુરતમાં બનેલા હાર્ટ શેપ ડાયમંડની ડિમાન્ડ વધી, જેને પૂરી કરવા સુરતી કારીગરો દિવસરાત કામ કરે છે

અમેરિકન જાનુડીને ગિફ્ટમાં આપો હાર્ટ ડાયમંડ, તરત જ કહેશે, ‘વીલ યુ મેરી મી...’

Valentine Day 2023 : આ વખતે વેલેન્ટાઈન માં પ્રેમી પ્રેમિકાને ગુલાબ નહીં. પરંતુ હાર્ટ ડાયમંડ આપી પ્રેમની અભિવ્યક્તિ કરશે. સુરતની લેબમાં બનાવવામાં આવેલા ડાયમંડ અમેરિકામાં આ વખતે વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં ચાર ચાંદ લગાવવાના છે. આર્થિક મંદીના સમયમાં લાગણીઓ વ્યક્ત કરવા માટે લેબમાં બનતાં ડાયમંડ વધારે ડિમાન્ડમાં હોય છે. પ્રેમના પ્રતીક તરીકે ઉજવાતો દિવસ નજીક છે. ત્યારે સુરતના જ્વેલર્સ ખાસ કરીને હાર્ટશેપના ડાયમંડ માટે અમેરિકાથી મળેલા ઓર્ડરને પૂરા કરવા માટે ઓવરટાઈમ કામ કરી રહ્યા છે. ઓર્ડર પૂરા કરવા ડાયમંડ સિટી સુરત બનાવી રહ્યું છે દિલ આકારના ડાયમંડ. જેની દેશ વિદેશમાં જ નહીં પૂરા વિશ્વમાં માંગ વધી છે. વેલેન્ટાઈન ડે પર સુરતની લેબમાં બનાવવામાં આવેલા લેબગ્રોન હાર્ટ શેપ ડાયમંડની ડિમાન્ડ માત્ર દેશમાં જ નહિ, પરંતુ અમેરિકામાં વધુ છે. 

fallbacks

આમ તો હાર્ટ શેપના ડાયમંડને પ્રેમ સાથે કોઈ જ કનેક્શન નથી, પરંતુ કુદરતી કાચા હીરા ખરીદવા માટે આશરે ૬.૫ લાખથી ૮.૨૫ લાખ ખર્ચ થાય છે. પરફેક્ટ હાર્ટ શેપના આકારમાં ડાયમંડને કોતરવા માટે વધારે બગાડ થાય છે અને તે કુદરતી ડાયમંડની કિંમતમાં અનેકગણો વધારો કરે છે. જો કે, લેબમાં બનતાં ડાયમંડને આશરે 82,500 રૂપિયા કિંમતે ખરીદી શકાય છે, જે સસ્તો હોવા છતાં આકર્ષક ગિફ્ટ બનાવે છે. એલજીડી સોલિસેટરની માંગ એક વર્ષમાં બમણી થઈ છે. ભાવમાં ઘટાડાના કારણે, ઉત્પાદકો માટે નફો ઘટ્યો હોવા છતાં પણ ગ્રાહકો માટે વધુ પોસાય તેમ બન્યું છે. 

આ પણ વાંચો : 

પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ, પતિએ એનિવર્સરીએ જ વીડિયો બનાવી આપઘાત કર્યો

AMUL માં સત્તા કબજે કરવા ભાજપની રણનીતિ, 3 દિગ્ગજ સહકારી આગેવાનોને પાર્ટી ભેગા કર્યા

વેપારી રજનીકાંત ચાંચડ કહે છે કે, આ વખતે વેલેન્ટાઈન ડે માટે કેટલીક સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી છે અને હાર્ટ જેવા ચોક્કસ આકાર માટે પણ ઓર્ડર પણ મળ્યા છે. ડાયમંડ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ અમેરિકામાં છે. હાલ ઑસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. સાથો સાથ ઓર્ડર પણ સારા એવા મળતા કર્મચારીઓ પાસે ઓવર ટાઈમ કરાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ ડાયમંડની કિંમત રૂ 30 હજારથી લઈ 3 લાખ સુધીની છે. આ વર્ષે 350 કેરેટના હીરાનો ઓર્ડર એડવાન્સમાં મળ્યો છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કારીગર પાસે આ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યા છે.  

સુરતના જ્વેલર્સ ખાસ કરીને હાર્ટ શેપના ડાયમંડ માટે અમેરિકાથી મળેલા ઓર્ડરને પૂરા કરવા માટે ઓવરટાઈમ કામ કરી રહ્યા છે. સમૃદ્ધિ અને કિંમતના કારણે સોલિટે૨ જવેલરી સૌથી વધુ માગવાળી એલજીડી પ્રોડક્ટ છે. વેલેન્ટાઈન ડે માટે કેટલીક સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી છે અને હાર્ટ જેવા ચોક્કસ આકાર માટે પણ ઓર્ડર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડાયમંડ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ અમેરિકામાં છે.

આ પણ વાંચો : 

ગુજરાતના પેટાળમાં ફૂંફાડા નાંખે છે ભૂકંપનો નાગ, માત્ર ફેબ્રુઆરીમાં 8 વાર આંચકા આવ્યા

અમદાવાદીઓના માથે 300 કરોડનો પાછલા બારણે વધારો, ભાજપની વાહવાહી 300 કરોડનો કર્યો ઘટાડો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More