ચેતન પટેલ/સુરત: ડાયમંડ નગરી સુરતમા ખાખી વર્દીએ પોતાની ઇમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે, જે સૌ માટે પ્રેરણાદાયક બન્યુ છે. પીએસઆઇની મોટરસયકલની ડીકીમાં એક હીરા દલાલે શરતચુકથી રૂપિયા 30 લાખની કિમતના 40.288 કેરેટ હીરાની થેલી મૂકી દીધી હતી. ભુલથી મળી આવેલી આ હીરાની થેલી પીએસઆઇએ મુળ માલિકને સુપરત કરી હતી.
વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.કે રાઠોડ તપાસના કામે વરાછારોડ મીની હીરા બજાર ખાતે ગયા હતા. અક્ષર પાઉભજી નજીક પોતાની મોટરસાયકલ મૂકી તપાસમાટે પીએસઆઇ રાઠોડ ગયા અને પાછા ફર્યા ત્યારે પોતાની મોટરસાયકલની ડીકીમાં તપાસનાં કાગળો મુકવા ડીકી ખોલી તો અંદર એક બીજી બેગ પડી હતી. બેગ ચેક કરતા તેમાંથી હીરાના ચાર પાર્સલ મળી આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા સમજી પીએસઆઇ વી.કે રાઠોડ તુરંત જ આસપાસ તપાસ કરી પણ કોઈ વિગત નહિ મળતા ત્યાં જે વોચમેન હતો તેને જાણ કરી હતી. જો કોઈ હીરાની તપાસમાં આવે તો લંબેહનુમાન પોલીસ ચોકીનો સંપર્ક કરવાનું જણાવી પોતે નીકળી ગયા હતા. બીજી તરફ આ હીરા જે હીરા દલાલ ઉમેદ જેબલિયાના હતા. તે તપાસ માટે ઘટના સાથે પહોંચ્યા હતા. અને તેમને વોચમેન દ્વારા લંબેહનુમાન પોલીસ ચોકીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. છેવટે પોલીસની ઔપચારિકતા અને ખરાઈ બાદ હીરા પરત આપવામાં આવ્યા હતા.
ઉમેદ જેબલિયા કે, જેમણે ભૂલથી 40 કેરેટ હીરાનું પાર્સલ પોતાની મોટરસાયકલની બદલે પી.એસ.આઇ રાઠોડની મોટરસાયકલની ડીકીમાં મૂક્યું હતું. તે ઘટનાક્રમ કૈક આવો હતો. ઉમેદ જેબલિયા હીરા દલાલ છે, તેમને વરાછા મીની હીરા બજારમાં પિયુષ ધોળીયાની પાસેથે 40.288 કેરેટ હીરા લઇ તેને કટિંગ પોલીશીંગ માટે આપવાના હતા. હીરા લઈ તેઓ પોતાની મોટરસાયકલની પાસે પહોંચ્યા ત્યાં તેમના અન્ય એક મિત્ર મળી ગયા તેમની સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે તેમને હીરાનું જોખમ હાથમાં રાખવાના બદલે જે ચાર પેકેટ સાથેનું પર્સ હતું.
હિરાનું પાર્સલ તે મોટરસાયકલની ડીકીમાં મૂકી દીધું હતું, હકીકતમાં એ મોટરસાયકલ પી.એસ.આઇ વી કે રાઠોડની હતી, જોકે છેવટે તેમને આ પાર્સલ પાછું મળી ગયું. પીએસઆઇની ઇમાનદારીએ પોલીસ બેડામા એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે. પોલીસ કમિશનર દ્વારા પણ પીએસઆઇની ઇમાનદારીને બીરદાવી હતી.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે