Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રેમી અને પત્નીને કઢંગી હાલતમાં જોઈ ગયેલો પતિ વિફર્યો, વિચાર કર્યા વગર પ્રેમીને પતાવી દીધો

Surat Crime News : સુરતના સરથાણામાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ આવેશમાં આવી પ્રેમીની હત્યા કરી નાખી હતી. સરથાણા પોલીસે મહિલાના પતિ દિનેશ ચૌધરીની ધરપકડ કરી

પ્રેમી અને પત્નીને કઢંગી હાલતમાં જોઈ ગયેલો પતિ વિફર્યો, વિચાર કર્યા વગર પ્રેમીને પતાવી દીધો

ચેતન પટેલ/સુરત :સુરતના સરથાણા વિસ્તારમાં હત્યાનો ચકચારી બનાવ બન્યો છે. લવ ટ્રાયેન્ગલમાં નેપાળી યુવકે પત્નીના પ્રેમીની હત્યા કરી છે. પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિ ઉશ્કેરાયો હતો, અને તેણે આવેગમાં આવીને પ્રેમીની હત્યા કરી હતી. સરથાણા પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે. 

fallbacks

સુરતના સરથાણામાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ આવેશમાં આવી પ્રેમીની હત્યા કરી નાખી હતી. સરથાણા પોલીસે મહિલાના પતિ દિનેશ ચૌધરીની ધરપકડ કરી છે. હત્યારો દીનેશ મૂળ નેપાળનો વતની છે. જયારે મૃત્યુ પામનાર અફરીદી બિહારનો વતની છે.

આ પણ વાંચો : ચોમાસામાં લાઈટ જાય તો ફિકર નોટ, લાઈટ ગયાના 4 કલાક ચાલશે આ બલ્બ

બન્યુ એમ હતું કે, લસકાણા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શિવમ ફેશન કંપની આવેલી છે. આ કંપનીમાં દીનેશ ચૌધરી નામનો શખ્સ તેની પત્ની સાથે રહે છે. દીનેશની પત્નીના નજીકના કારખાનામાં નોકરી કરતા મોહંમદ અફરીદી શેખ સાથે આડાસંબંધો હતા. 29 જુલાઈના રોજ પતિપત્ની સાથે સૂતા હતા, તે વખતે મોહંમદ અફરીદીએ પત્નીને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી પત્ની તેને મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. 

આ પણ વાંચો : અંબાજીમાં હવે ફરાળી પ્રસાદ પણ મળશે, શ્રાવણનો ઉપવાસ કરનારા માટે ખાસ આયોજન

બીજી તરફ પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા જ જોયુ કે, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી. આથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તીક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ સરથાણાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More