Surat News ; સુરતમાં એક પતિ પત્નીના લફરાને કારણે એક પરિવારનો માળો વિખેરાયો. પત્નીના કાંડને કારણે પતિએ બે સંતાનો સાથે મોત વ્હાલુ કર્યું. ત્યારે પતિએ પોતાની પાછળ 400 પાનાની સ્યૂસાઈડ નોટ છોડી છે. ચોપડામાં લખાયેલા એક એક શબ્દો ભલભલાને હચમચાવી દે તેવા છે.
એક પત્નીએ પોતાના પતિને એટલો મજબૂર કરી દીધો કે તેણે પોતાના બંને દીકરા સાથે મોત વ્હાલુ કર્યું. 10 વર્ષ પહેલા અલ્પેશ સોલંકીએ પ્રેમ લગ્ન કર્યા હતા. વર્ષ 2014 માં પ્રેમલગ્ન કર્યા હતા, અને વર્ષ 2015 માં ધામધૂમતી લગ્ન કર્યા હતા. આ 10 વર્ષના લગ્નજીવનમાં તેમને 8 વર્ષનો દીકરો કૃષિવ અને 2 વર્ષનો દીકરો કરણીશ હતો. લગ્ન જીવન સુખેથી ચાલતું હતું. અલ્પેશભાઈ ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં પીટીના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે પત્ની ફાલ્ગુનીબેન જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતી હતી. પરંતુ અચાનક તેમના જીવનમાં આવેલી ત્રીજી વ્યક્તિએ આખો પરિવાર વિખેરી નાંખ્યો.
અલ્પેશ સોલંકીએ ગુરુવારે બપોરે તેમના બંને સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો. આ ઘટનાની જાણ થતા જ તેમનો આખો પરિવાર ભાંગી પડ્યો હતો. તો પત્ની પણ વિલાપ કરતી જોવા મળી. અલ્પેશ સોલંકીએ આવું પગલુ કેમ ભર્યું તે જાણતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ.
સુરતના સામુહિક આપઘાત કેસમાં નવો વળાંક : પતિના મોબાઈલમાંથી મળી પત્નીની ચેટ અને Video
મરતા પહેલા અલ્પેશ સોલંકીએ 400 પાનાના ડાયરી લખી હતી. મોતનું પગલુ ભરતા પહેલા તેમણે 6 પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી. છેલ્લા ત્રણ મહિનામાં તેમણે પોતાના મનની પીડાના એક-એક શબ્દો ડાયરીમાં ઉતાર્યા હતા. જેને વાંચ્યા બાદ ભલભલાનું હૃદય રડી પડે.
400 પાના પર એક પતિ, એક પિતાનું દર્દ શબ્દોમાં ઉતરી આવ્યું હતું. એક એક શબ્દમાં લાચરી અને વિલાપ હતો. ત્રણ મહિનામાં તેઓએ તેમના ઘરમાં શું શું બન્યુ, કેવી પરિસ્થિતિ સર્જાઈ, દંપતી વચ્ચેના ઝગડા બધુ જ લખ્યું.
પરંતું સત્ય એ છે કે, અલ્પેશ સોલંકીના પત્નીને ઓફિસના એક કર્મચારી સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ અલ્પેશને થતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પત્નીએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને આવું નહિ થાય તેવી ખાતરી આપી હતી. પરંતું છતાં બંને વચ્ચે અણબનાવ રહેતા હતા.
અલ્પેશ સોલંકીને પહેલાથી જ ડાયરી લખવાનો શોખ હતો, તેથી તેઓ રોજબરોજની વાતોનો ડાયરીમાં ઉલ્લેખ કરતા હતા. તેઓ એટલી હદે હતાશ થઈ ગયા હતા કે, ત્રણ મહિનાથી કેવી રીતે દિવસો પસાર કરી રહ્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે પોતાની સ્યૂસાઈડ નોટ થકી પોતાના પરિવારજનોને વેદના જણાવવા માંગતા હતા.
વડોદરામાં બીજો રક્ષિતકાંડ : નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવી વૃદ્ધને અડફેટે લીધા
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુસાઇડ નોટમાં આ પણ લખ્યું છે કે ચાર વર્ષ પત્નીના પ્રેમપ્રકરણને થઈ ગયાં છે, કદાચ બે વર્ષનું બાળક પણ તેનું હશે એવી પણ શંકા તેને ઘર કરી ગઈ હતી. સ્યૂસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે જ્યારે પત્નીના પ્રેમસબંધ અંગે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યારે તેમને પત્નીને કીધું કે આ બધું ભૂલીને આપણે સાથે પહેલાંની જેમ રહીએ. ત્યારે પત્નીએ તેમને કહ્યું હતું કે, શું બાયલાની જમ રડે છે. આ શબ્દો તેમને દિલ પર પથ્થરની જેમ લાગી આવ્યા હતા. ત્યારે આ વાતને તેઓ ક્યારેય ભૂલી શક્યા ન હતા.
પત્નીએ બાયલો કહેતા લાગી આવ્યું
અલ્પેશ સોલંકીએ એક ઘટનાનો ઉલ્લેખ ડાયરીમાં કર્યો છે, જેને કારણે તેઓએ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તેમણે
ગુરુવારે સાંજે સુરતમાં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉં.વ. 41) ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ સાબરકાંઠાના વતની છે. આજે અલ્પેશભાઈએ મોટા પુત્ર ક્રીશીવ (ઉ.વ. 8) અને નાના પુત્ર કર્નિશ (ઉ.વ. 2) સાથે આપઘાત કરી લીધો છે. બંને બાળકો બેડ પર મૃત પડ્યા છે જ્યારે પિતાનો મૃતદેહ લટકતી હાલતમાં ઘરમાંથી મળી આવ્યો હતો.
મૃતકના માતાએ ઝી 24 કલાકને જણાવ્યું કે, મને મારા તરફથી લાગ્યું કે મારો દીકરો ટેન્શનમાં છે. વાતચીત કરે એટલે ખબર તો પડી જ જાય. એક દિવસ પૂછ્યું કે, બેટા શું થયુ. શું તમારા બંને વચ્ચે કોઈ ઝગડો ચાલે છે, કંઈ થયું હોય તો મને કહે. ત્યારે તો તેણે ના પાડી હતી. તેણે કંઈ જ ન થયું હોવાનું કહ્યું હતું. બસ અમારા વચ્ચે આટલી જ વાત થઈ હતી છેલ્લે.
જાણ કર્યા વગર અમદાવાદનો ટ્રાફિકતી ધમધમતો આ બ્રિજ અચાનક બંધ કરી દેવાય, વાહન ચાલકો ધક્કે ચઢયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે